<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

સોમનાથ માં બિરાજમાન છે શયન મુદ્રામાં મકર ધ્‍વજ હનુમાનજી

સોરાષ્‍ટ્રભરમાં આવુ મંદિર કયાંય બીજે જોવા મળતું નથીઃ મંદિરમાં અખંડ દીવો અને ધુણો છે

પ્રભાસપાટણ- વેરાવળ, તા.૧૨: સોમનાથ તીર્થમાં હીરણ નદીથી શિતળા માતાજીના મંદિરે જતા રસ્‍તે પાવનકારી મકર ધ્‍વજ હનુમાનજીનું શયન મુદ્રાની વિશાળ મૂર્તિ સાથેનું મંદિર આવેલુ છે. બાલાજી ટ્રસ્‍ટના પ્રમુખ નારણ કટારીયા સંચાલિત આ મંદિરના પુજારી ભરતગીરી ગોસ્‍વામી કહે છે સૌરાષ્‍ટ્રભરમાં આવું મંદિર કયાંય જોવા મળતું નથી.

સામાન્‍ય રીતે હનુમાનજી દાદાની ઊભેલી મૂર્તિઓ જોવા મળે છે જયારે અહીં બિરાજમાન મકર ધ્‍વજ હનુમાનજીની પ્રતિમા શયન મુદ્રામાં એટલે કે સુતેલી પરંતુ ખુલ્લા નયનો સાથેની  ૪૦ ફૂટ લાંબી અને સાડા સાત ફૂટ પહોળી અને દોઢ-બે ફૂટના ઘેરાવાવાળી દિવ્‍ય મૂર્તિ બિરાજમાન છે.જે મંદિરના ભોયળ તળીયામાં છે પરંતુ ભાવિકો ખુલ્લી ગેલેરીથી દર્શન કરી શકે છે.ઉપરના ભાગે અંજની માતાની મુર્તિ છે.જેના ખોળામાં બાળ સ્‍વરૂપ હનુમાનજી બેસેલા છે.જે શ્રધ્‍ધાળુઓ માટે ફળદાયી હાજરાહજૂર અનુભતિ મેળવ્‍યાના દાખલાઓ છે.

આ મંદિરમાં અખંડ દીવો અને ધુણો પણ છે.ઉરાંત પટાંગણમાં નર્મદેશ્વર મહાદેવનું અલગ મંદિર પણ આવવેલું છે.જેમાં બે નાગ લિંગમાં અંકિત થયેલ છે અને આ શિવલિંગ નર્મદા નદીના પથ્‍થરમાંથી બનાવેલ છે.લાલ ભૈરવ અને કાળ ભૈરવની મુર્તિ છે.રામદેવપીર મંડપની ડેરી છે.બીલીપત્ર ના વળક્ષ નીચે શિવલીંગ છે.મંદિરના પૂજારી ગોસ્‍વામી ભરતગીરી વાત વધારતા કહે છે હનુમાન જયંતિના દિવસે ભવ્‍ય-દીવ્‍ય કાર્યક્રમો છે.સુંદરકાંડના પાઠ,પ્રસાદ વિતરણ દાતાઓ દ્વારા ઉપરાંત વેરાવળના ચેન દાદા જોશી ૧૧ ભૂદેવો સાથે અહીં મારૂતિયજ્ઞ કરશે અને વહેલી સવારે મહાપૂજા-આરતી થઇ હતી. (૩.૫) 

(10:19 AM IST)