News of Saturday, 12th April 2025
જોડિયાના કુન્નડ ગામે બિરાજતા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર બે હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ ધરાવતા પૌરાણિક કુંડળીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી

જામનગર::જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા કુન્નડ ગામે બિરાજતા પૌરાણિક કુંડળીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર બે હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ ધરાવતું મંદિર આવેલું છે જામનગરના જોડિયા પંથકમાં કુન્નડ ગામે જ્યાં હનુમાન જયંતી નિમિત્તે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે. સવારથી જ હનુમાનજીને રુદ્રાભિષેક, પૂજન - અર્ચન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
