News of Saturday, 12th April 2025
ભુણાવાના પાટીયે ૭ વર્ષના અવધેશને તોફાની છોકરાએ પથ્થરથી ફટકાર્યો

રાજકોટ તા. ૧૨: ગોંડલના ભુણાવાના પાટીયા પાસે રહેતાં મુળ બિહારના પરિવારના અવધેશ રમેશભાઇ સહાની (ઉ.વ.૭)ને સાંજે સાતેક વાગ્યે બાલાજી કંપની નજીક રમતો હતો ત્યારે અજાણ્યા નેપાળી જેવા છોકરાએ ચાલ મારા ભેગો રમવા તેમ કહી નજીકના પટમાં લઇ જઇ ગાળો દઇ ઝઘડો કરતાં અને પથ્થરથી તેમજ ઢીકાપાટુનો માર મારતાં મોઢા પર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગોંડલ તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. અવધેશના માતા-પિતા કંપનીમાં નોકરી કરે છે. બાળકના માતા-પિતાએ કહ્યું હતું કે નેપાળીનો છોકરો ખુબ તોફાની છે, તેણે અમારા દિકરાને કારણ વગર જ માર માર્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી હતી.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
