<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

કુંકાવાવ પાસે બાઇક અકસ્‍માતમાં અનીડાના રમેશભાઇ સોળીયાનું મોત

કડીયા કામ પુરૂ કરી વાવડીથી ઘરે જતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

 

 

રાજકોટ તા. ૧૨: કુંકાવાવ નજીક બાઇક અકસ્‍માતમાં અનીડા ગામના પ્રોૈઢને ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે. કામ પુરૂ કરીને તેઓ ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ કુંકાવાવના અનીડા ગામે રહેતાં રમેશભાઇ નાથાભાઇ સોળીયા (ઉ.વ.૫૮) ગત તા. ૧ના રોજ સાંજે આઠેક વાગ્‍યે નજીકના વાવડી ગામેથી પોતાના ઘરે બાઇક પર આવી રહ્યા હતાં ત્‍યારે કુંકાવાવ નજીક ઉજળા અને તાલાળી ગામ વચ્‍ચેના રસ્‍તા પર અકસ્‍માતમાં ઇજા થતાં કુંકાવાવ, અમરેલી સારવાર લઇ રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

મૃત્‍યુ પામનાર રમેશભાઇ કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તે પાંચ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બાઇક સ્‍લીપ થઇ ગયું કે કોઇ વાહનની ઠોકરે ચડી ગયું? તે અંગે પરિવારજનો અજાણ હોઇ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(11:44 AM IST)