<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ચોટીલાના પોપટપરામાં સોમીબેન બથવારનો ઝેરી દવા પી આપઘાત

માનસિક બિમારીથી કંટાળીને પગલુ ભર્યુઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક

 

 

રાજકોટ તા. ૧૨: ચોટીલાના પોપટપરામાં રહેતાં સોમીબેન સાજણભાઇ બથવાર (ઉ.વ.૫૦) નામના મહિલાએ રાતે સાડા નવેક વાગ્‍યે ઘરે ઝેરી દવા પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આપઘાત કરનાર સોમીબેનના પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. સગાના કહેવા મુજબ સોમીબેનને ચારેક વર્ષથી માનસિક બિમારી લાગુ પડી હોઇ ખુબ દવા કરાવી હોવા છતાં ફરક ન પડતાં કંટાળીને આ પગલુ ભર્યુ હતું.

(11:44 AM IST)