News of Saturday, 12th April 2025
ધ્રાંગધ્રા પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

વઢવાણ તા. ૧ર :.. ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા ઇન્ચાર્જ પીઆઇ એમ બી વિરજા ની સુચનાથી પોલીસ તાલુકા વિસ્તારમાં હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ ભોજીયાને બાતમી મળેલ કે માલવણ તરફથી સ્કોર્પિયો કાર બ્લેક કલર ની નંબર પ્લેટ વગરની કાર માં ઇંગલિશ દારૂ ભરીને આવે છે તેવી હકીકત મળતા ઇન્ચાર્જ પીઆઇ એમ બી વિરજાં હેડ કોસ્ટેબલ, વિક્રમભાઈ રબારી, વિરપાલસિંહ ઝાલા,નરેશભાઈ ભોજીયા, કુલદીપ,સહીત સ્ટાફ દ્વારા ફલકું બ્રિજ નજીક રોડ બ્લોક કરીને નંબર પ્લેટ વગરની બ્લેક કલરની સ્કોર્પિયો કાર સહીત ચાલક ને ઝડપી પાડ્યો હતો સ્કોપીયો કાર માં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની ૧૨૦ નંગ તથા બીયર ટીન ૧૦૫૬ નંગ મળી તથા મોબાઇલ સ્કોર્પિયો કાર મળી કુલ રૂપિયા ૭,૧૩,૯૨૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી જેઠારામ સન/ઓ ખેતારામ જાખડ જાતે-જાટ ઉવ-૨૬ રહે-સહર તા-બાઇતુ થાણા બાયતુ જી- બાડમેર રાજસ્થાન નાસી છૂટેલા આરોપી કૈલાશકુમાર મંગનારામ જાટ રહે-ખોખસર તા-ગીડા જી.બાલોતરા (રાજસ્થાન) વાળા સહીત વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી રહ્યા છે
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
