<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીને સુવર્ણ વાઘાનો શ્રૃંગારઃ ભાવિકોની ભીડ

મારૂતિ યજ્ઞ, મહાઆરતી, કળશ શોભાયાત્રા, આતશબાજી સહિતના કાર્યક્રમોમાં ભાવિકો ભાવવિભોરઃ પૂ.રાકેશપ્રસાદ મહારાજે આશિર્વાદ પાઠવ્‍યા

રાજકોટ તા.૧૨: સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીના સાનિધ્‍યમાં બે દિવસીય હનુમાન જયંતિ મહોત્‍સવમાં ભાવિકોની ભીડ જામી છે.

શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન જન્‍મોત્‍સવ અંતર્ગત પ.પૂ.શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગર દાસજી સ્‍વામીના માર્ગદર્શનથી તા.૧૧-૦૪-૨૦૨૫ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલ ૭૦૦ પીસના ફુલોથી -સેવંતીના મીક્‍સ ફુલોનો અને થાઈલેન્‍ડથી મંગાવેલ હારનો દિવ્‍ય શણગાર કરાયો હતો. પૂ.રાકેશપ્રસાદ મહારાજે આર્શિવાદ પાઠવ્‍યા હતા.

સાંજે ૦૪:૩૦ કલાકે નારાયણ કુંડથી નીકળી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પ્રાંગણ સુધી ભવ્‍યાતિભવ્‍ય કળશયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પીપુડી-શરણાઈવાળા-૧૨૫, અખાડાવાળા, કાર્નિવલ- વ્‍યોમ બલુન સેવા-૬ બલુન કાર્ટુન ,એર કાર્ટર, જોકર-૬, બાંબુમેન-૨ ,બગીજીપ-૫ ,બગી ઘોડા-૪, જી૫-૩, માફક બેંડ સ્‍ટાફ-૩૦, છત્રી, ડી.જે.-૩, હાથી-૪, થાર-૧૦, જીપ-૧, સાફાવાળા, ટીમલી ડાન્‍સ, ડાંસીંગ ઘોડી-૨, અગનગોળા-૬, હનુમાનજી મંકી-૬, થીમ ગળપ, નાસીક ઢોલ, સીદી ડાન્‍સ, હનુમાનજી, સુખપુર રાસમંડળી લેડીઝ બેન્‍ડ,બળદગાડા, અઘોરીનળત્‍ય-૧૦ કલાકાર વિગેરે સાથે ભવ્‍યાતિભવ્‍ય કળશયાત્રા પવિત્ર શ્રી નારાયણ કુંડથી નીકળી મંદિરના પ્રાંગણ સાંજે ૬:૪૫ કલાકે પહોચી હતી.

બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત એવા સાળગપુરધામમાં આવેલ સૌનું આસ્‍થાનું પ્રતીક શ્રદ્ધા કા દૂસરા નામ સાળગપુરધામ ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીજી કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ બે દિવસય શ્રી હનુમાન જ્‍યંતી મહોત્‍સવ અતિ આનંદ અને ઉત્‍સાહપૂર્વક ભકિતમયના દીવ્‍ય માહોલ વચ્‍ચે ઉજવાઈ રહયો છે શ્રી હનુમાન જ્‍યંતીની પૂર્વ સંધ્‍યાએ કિંગ ઓફ સાળગપુર હનુમાનજીદાદા સન્‍મુખ અગ્નિ દ્વારા દાદાની મહાઆરતી ભાવિકોએ ઉતારેલ હતી ત્‍યારબાદ હજારો દીવડાઓ દ્વારા શ્રી હનુમાનજીદાદાની મહાઆરતી આતશબાજી સાથે યોજાયેલ હતી. તેમજ લાઈટ & સાઉન્‍ડ શો તથા રાત્રીના ભવ્‍ય સાસ્‍કળતિક પોગ્રામ યોજાયેલ જેમાં પ્રસિદ્ધ કલાકાર જીગરદાન ગઢવીએ રંગત જમાવી હતી આ ઉપરાંત તા, ૧૨ મીના શનિવારના શ્રી હનુમાન જ્‍યંતીના પાવન પર્વ સવારે ૫:૦૦ મંગળા આરતીમાં દાદાના જન્‍મોત્‍સવ નિમિતે આતશબાજી સાથે વધામણા કરેલ હતા આરતીમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ કી જયના નારાથી આખુ મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતુ તેમજ સવારે ૭:૦૦ ક્‍લાકે શણગાર આરતી પ.પૂજ્‍ય શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીજી દ્વારા કરવામાં આવેલ હતી ત્‍યારબાદ સવારે ૮:૦૦ ક્‍લાકે ૨૫૧ કિલો કેક કટીંગ સાથે દાદાનો જન્‍મોત્‍સવ કરવામાં આવેલ તેમજ સવારે ૮ થી ૧૨ સુધી મારૂતિયજ્ઞ યોજાયેલ જે યજ્ઞમાં એક હજાર ભાવિકો બેઠા હતા તેમજ આજે દાદાના સિંહાસનમાં અનોખા ફૂલના શણગાર તેમજ દાદાને સુવર્ણ વાઘા પહેરવામાં આવેલ હતા તેમજ બપોરે અન્નકોટ દર્શન તથા સાંજે ૭: ૦૦ ક્‍લાકે હજારો દીવડા સાથે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની મહાઆરતી કરવામાં આવશે ગઈકાલથી જ મંદિર પરિસરમાં પગ મુકવાની જગ્‍યા નહોતી લાખો હરી ભક્‍તજનોએ દાદાના દર્શન, મહાઆરતી અને ભવ્‍ય મહોત્‍સવનો મહાપ્રસાદનો લાભ લઈ ધન્‍યતા અનુભવેલ હતા.

(12:01 PM IST)