News of Saturday, 12th April 2025
લોધિકાના ચાંદલી ગામે કાલથી પાદરવાળી આઇશ્રી ખોડીયાર મંદિરે ગામ સમસ્ત શ્રીમદ્ ભગવદ્ કથા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ૧રઃ તા.૧૩/૬ થી ૧૯/૬ ચાંદલી ગામે પાદરવાળી આઇશ્રી ખોડીયાર મંદિરે ગામ સમસ્ત શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયુ છે. ખોડિયાર મંદિર જીર્ણોદ્ધાર તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વક્તા શ્રી કળષ્ણવલ્લભ દાસજી વાત્સલ્યધામ જુનાગઢ ના વ્યાસ આસને શ્રીમદ્ ભાગવત કથા નું રસપાન કરાવશે. કથા સમય સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ તેમજ ૧૩ થી ૧૯ કથા દરમિયાન પ્રસાદ બપોરે ૧૨ કલાકે સાંજે ૭ કલાકે તેમજ મહાપ્રસાદનું આયોજન તા.૧૯/૪ ને શનિવાર બપોરે ૧૨ કલાકે નંદન નંદન શ્રી યશોદા નંદન ભગવાન શ્રીકળષ્ણ ચંદ્ર ભગવાનની અસીમ કળપાથી તેમજ ચાંદલીગામ ના પાદરમાં પ્રગટ બિરાજમાન હજારો ભક્તો ના આસ્થાના કેન્દ્ર શ્રી ખોડિયાર માતાજીના મંદિરનું જીર્ણશીર્ણ થયેલ તે સર્વે ભાવી ભકતોના સાથ અને સહકાર થી ભવ્ય મંદિરનુ નિર્માણ કાર્ય થયેલ છે.
આ નુતંન મંદિર માં આઇ શ્રી ખોડિયાર માતાજી ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત યજ્ઞ એવમ ભવ્ય અને દિવ્ય સપ્ત દિનામકત વૈદ વ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત કથા નું આયોજન કરવામાં આવેલ છે.
શ્રીમદ્ ભાગવત કથાના દિવ્ય પ્રસંગો
તા.૧૩/૪ સવારે ૮ કલાકે પોથીયાત્રા દિપ પ્રાગટય ૯:૩૦ કલાકે પ્રવચન ૧૦ કલાકે ૧૪/૪ કુંતા સ્તુતિ ૧૧ વાગ્યે ૧૫/૪ વરાહ પ્રાગટય સાંજે ૫ વાગ્યે ૧૬/૪ કળષ્ણ જન્મોત્સવ સાંજે ૫:૩૦ કલાકે ૧૭/૪ નંદ મહોત્સવ સવારે ૯:૩૦ વાગ્યે ૧૮/૪ નગરચરિયા સવારે ૮ વાગ્યે ૧૮ /૪ જાન આગમન સાંજે ૫ વાગ્યે ૧૯/૪ સુદામા ચરિત્ર સવારે ૧૦ વાગ્યે તા.૧૭ થી ૧૯ યજ્ઞ સવારે ૮ વાગ્યે બિડુ હોમવાનું બપોરે ૧૨ વાગ્યે તેમજ કથા દરમિયાન દરરોજ રાત્રે રાસ ગરબા કિર્તન મંડળ નાટક મંડળી વિગેરે રાખેલ છે.
તેમજ કથા દરમિયાન સંતો ઉપસ્થિત રહેશે રાજુરામ બાપુ આનંદી આશ્રમ વાળધરી નારણબાપુ પરંમહંશ આશ્રમ ચાંદલી શંખવાળા બાપુ ખંભેશ્વર મહાદેવ ચારણ પીપળીયા રામદાસ બાપુ દેવધાર ખોડિયાર મંદિર ચાદલી વિગેરે સંતો ઉપસ્થિત રહેશે તા.૧૩ નારોજ રાસ ગરબા ૧૪ ના રાત્રે ૯ વાગ્યે રાસ ગરબા તેમજ કિર્તન મંડળ લોધીકા તા.૧૫/૪ ના રાત્રે ૯ વાગ્યે કોઠાપીપળિયા ગામ શ્રી ખોડિયાર મંડળનુ પ્રખ્યાત નાટક મચ્છુ તારા વહેતા પાણી ૧૬ ના રાસ ગરબા કિર્તન મંડળ કોઠાપીપળિયા તા.૧૭/૪ ના રાત્રે ૯ વાગ્યે મોટા ભાડુકિયાનુ નાટક મંડળી નું પ્રખ્યાત નાટક રાજા ભરથરી ૧૮/૪ ના રૂક્ષ્મણી વિવાહ રાત્રે ૬ વાગ્યે શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન મંગલ પ્રવચન પ.પૂ.સદગુરૂ શ્રી દેવકળષ્ણદાસજી સ્વામી-ગુરૂકુળ રાજકોટ પ.પૂ મહંતશ્રી દેવપ્રસાદદાસજી સ્વામી-ગુરૂકુળ રાજકોટ પ.પૂ.કો. સ્વા.શ્રી અક્ષરવલ્લભદાસજી-અમરાપુર, પ.પૂ.શા.સ્વા.શ્રી ભકિતપ્રકાશદાસજી- ખીરસરા, પ.પૂ.શા.સ્વા.શ્રી ચંદ્રપ્રકાશદાસજી-રાજકોટ, પ.પૂ.શા.સ્વા. શ્રી ભકિતકિશોરદાસજી-વાત્સલ્યધા, પ.પૂ.શા.સ્વા.શ્રી રાધારમણદાસજી-રાજકોટ, ૫.પૂ.શા.સ્વા.શ્રી વ્રજવલ્લભદાસજી-વાત્સલ્યધામમાં, પ.પૂ.શા.સ્વા.શ્રી આનંદસ્વરૂપદાસજી-વિસાવદર, સાધુશ્રી નિલકંઠદાસજી-વાત્સલ્યધામ જુનાગઢ, સાધુશ્રી પ્રિયદર્શનદાસજી-વાત્સલ્યધામ જુનાગઢ પ્રવચન આપશે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
