News of Saturday, 12th April 2025
ભાવનગર પંથકમાં માવઠાથી માઠી : સૌરાષ્ટ્ર - કચ્છમાં પવનના સૂસવાટા
ગરમીમાં રાહત છવાઇ : આછા વાદળા છવાતા ખેડૂતો ચિંતીત

રાજકોટ, તા.૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપ વચ્ચે કાલે ભાવનગરમાં બરફના કરા સાથે માવઠુ પડતા લોકોમાં ચિંતા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં ગઈકાલે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા. અને રસ્તા ઉપર પાણી ફરી રહ્યા હતા. બરફના કરા પડતા રાહદારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી. ભર ઉનાળે વરસાદ વરસતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. સાંજે શહેરમાં વરસાદી માહોલ ઊભો થયો હતો. છેલ્લા કેટલાય સમયથી કાળઝાર ગરમીથી કંટાળી ગયેલા થયેલા લોકોએ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ આવતા ગરમીથી રાહત અનુભવી હતી. શહેરમાં સાંજે વરસાદ શરૂ થયો ત્યારે લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી. શહેરમાં ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો ગયો હતો.
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર - જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૫.૫ ડીગ્રી મહત્તમ તાપમાન ૩૪.૫ ડીગ્રી ભેજનું પ્રમાણ ૭૯%, પવનની ગતી ૧૧.૩ કિ.મી રહી હતી.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
