તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 12th April 2025
હનુમાનદાદાની જય હો...ના નાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુંજયા
ગામે-ગામ હનુમાન જયંતિ મહોત્સવની ભવ્યતાથી ઉજવણી : શોભાયાત્રા, ધુન, ભજન, કિર્તન, બટુક ભોજન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ, તા.૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે હનુમાન જયંતિની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાનજીના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જામી છે.
આજે ગામે-ગામ અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ હનુમાનજી જન્મ મહોત્સવ નિમિત્તે શ્રી હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના સંગીતમય પાઠનું આયોજન તા. ૧૨.૪.૨૦ર૫ને શનિવારના રોજ સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન શ્રી જયંતભાઇ વનાણી (બુધાભાઈ પટેલ)ના નિવાસસ્થાને, પ્લોટ નં. ૨૬૮૬, માતળઆશિષ, વળીયાનો ખાંચો, ફુલવાડી ચોક પાસે, હિલ ડ્રાઇવ, ભાવનગર મુકામે રાખેલ છે. આ સંગીતમય પાઠનું પઠન શ્રી રામદાસ નિમાવત અને તેમનું સંગીતવળંદ કરશે. તો આ શુભ પ્રસંગમાં ભાવીકજનોને સમયસર જોડાવા વિનંતી છે. ભાવીકજનો ને સુંદરકાંડ પુરા થાય પછી પ્રસાદ ગ્રહણ કરવા શ્રી જયંતભાઇ વનાણ (બુધાભાઇ પટેલ) પરિવાર દ્વારા નિમંત્રણ આપવામાં આવે છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
