<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

કથિત પત્રકારની ટોળકીએ ધ્રોલમાં પણ ખાણ ખનીજ અધિકારીની ઓળખ આપીને ૧૮ હજારનો તોડ કર્યો

ખનીજ ચોરીના વધતા કિસ્‍સા સામે કીમીયો અજમાવીને નવો રસ્‍તો અપનાવતા ઝડપાયાઃ બે મહીલા સહીત પાંચ સામે ગુન્‍હો નોધીને કબજો મેળવવા માટે તજવીજ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧ર, જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક કથિત પત્રકારોની ટોળકી ધ્‍વારા માટી ઉપાડતા ભરવાડ યુવાન પાસેથી તોડ કર્યાનો બનાવ સામે આવ્‍યાના કીસ્‍સામાં સોશ્‍યલ મીડિયા વીડીયો વાયરલ કર્યા બાદ આ કથિત પત્રકારો સામે ફરીયાદ નોંધાયા બાદ આ ટોળકીનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો હોય તેમ લૈયારા ગામે માટી ઉપાડતા ગરાસીયા યુવાન પાસેથી અને વાંકીયા ગામ નજીક માટી ઉપાડતા યુવાન પાસેથી ખાણ ખનીજ ખાતાના અધિકારીની ઓળખ આપીને આઠ હજાર પડાવી લીધાની વધુ એક ફરીયાદ નોંધાઈ છે.

વિગત મુજબ જામનગર તાલુકાના ફલ્લા ગામે કથિત પત્રકારની ટોળકી ઘ્‍વારા તોડ કર્યાના બનાવ બાદ પંચ કોષી એ પોલીસએ આ ટોળકીને ઝડપી લેવામાં સફળતા મળ્‍યા બાદ પુછપરછમાં વધુ કરતુતો સામે આવ્‍યા હોય તેમ   ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા ભુપતભાઈ હીરાભાઈ બાલંભા વાંકીયા ગામ નજીક ખરાબામાંથી જેસીબી, ટ્રેકટર વડે માટી ઉપાડવાનું કામ કરતા હતા ત્‍યા અર્ટીકા કાર લઈને બે પુરુષો અને ત્રણ મહીલાઓ આવીને ખાણ ખનીજ ખાતાના આધકારી તરીકે ઓળખ આપીને૮ હજાર કઢાવી લીધાની તેમજ લૈયારા ગામે તળાવમાંથી માટી ઉપાડતા ધમેન્‍દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા પાસેથી પણ ૧૦ હજારનો તોડ કર્યાની વધુ બે ફરીયાદ નોંધવામાં આવી છે. ફલ્લા ગામે કથિત પત્રકાર પ્રવીણ કરશનભાઈ પરમાર રે. ખભાળીયા, જગદીશભાઈ હસુમખભાઈ સાંથેલા, વીરુબેન સવજીભાઈ પરમાર, રાજેશ્રી ઉર્ફે જયશ્રી દીપકભાઈ ચૌહાણ વગેરે ટોળકીએ તોડ કર્યાના કીસ્‍સામાં ફરીયાદ નોંધાયા બાદ અટક કરવામાં આવેલ છે જેની સામે ધ્રોલ પોલીસમાં પણ આ ટોળકી સામે બે ગુન્‍હા નોંધાતા પોલીસ ધ્‍વારા કબજો મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.(૩૬-૯)

(1:23 PM IST)