<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ચાંપરડામાં પૂ. મુકતાનંદબાપુ સાથે ભુપેન્‍દ્રભાઇ પટેલે કાઠીયાવાડી ભોજન લીધુ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૨: ગઇ કાલે ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર ભાઇ પટેલેએ ચાંપરડા બ્રહમાનંદ ધામની મુલાકાત લીધી હતી દરમ્‍યાન પુ મુકતાનંદ બાપુએ તેઓને આવકાર્યા હતા અને ભુપેન્‍દ્ર ભાઇ હળવી પળોમાં પુ. બાપુ સાથે જ્ઞાનગોષ્‍ઠી કરી હતી અને રોટલી રોટલા શાક રસપુરી પુભંડીયા ભજીયા અલગ અલગ સલાડ, અથાણા,દાળભાત, સહિત કાઠીયાવાડી ભોજનનો આસ્‍વાદ માણ્‍યો  હતો આ મુલાકાત દરમ્‍યાન અમદાવાદના કેળવણીકાર રાજુભાઇ મહેતા રાજકોટ જીલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના મહામંત્રી અશોકભાઇ ચાંવ પત્રકાર જયેશભાઇ દવે તથા બ્રહ્માનંદ વિદ્યાધામ પરિવારના અર્જુન સિંહ રાઠોડ કમલેશભાઇ ધાધલ સંજયભાઇ વઘાસીયા માલદેભાઇ મોઢવાડીયા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર- મુકેશ વાઘેલા- જૂનાગઢ)

(1:29 PM IST)