<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવ અંતર્ગત દિવ્ય છપ્પનભોગ ધરાવાયો

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય છપ્પનભોગ અન્નકૂટ આરતી વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા કરવામાં આવી

રાજકોટ તા.૧૨ :            શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી હનુમાન જન્મ જયંતી મહોત્સવ અંતર્ગત તા.12-04-2025ને શનિવારના રોજ  સાળંગપુરમાં  શ્રીકષ્ટભંજનદેવ દાદાને સુવર્ણ વાઘાનો દિવ્ય શણગાર એવમ્ છપ્પનભોગ અન્નકૂટ   ધરાવાયો હતો.  દાદા સુવર્ણ વાઘાના શણગાર ધરાવી ઉજવાયો ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવ

            આજે બપોરે 11:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય છપ્પનભોગ અન્નકૂટ આરતી વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા કરવામાં આવી હતી. મંદિરની યજ્ઞશાળામાં સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.  51,000  બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું, દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન, ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

(2:50 PM IST)