News of Saturday, 12th April 2025
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સીમમાં ડો.પ્રિયવદન કોરાટની વાડીએ બે સિંહણ, ત્રણ બચ્ચા સહિત પાંચનો પરિવાર આવી ચડયો
ખેડૂતો ભયભીત : ફોરેસ્ટ ઓફિસર ટીમ સાથે દોડી ગયા : છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં આ સિંહ પરિવાર આવતા લોકોમાં ભય ફેલાયો છે ત્યારે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવો જરૂરી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૨ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સદસ્ય ડો.પ્રિયવદન કોરાટની વાડીએ બે સિંહણ, ત્રણ બચ્ચા સહિત પાંચનો પરિવાર આવી ચડયો છે. ખેડૂતો ભયભીત છે. ફોરેસ્ટ ઓફિસર ટીમ સાથે દોડી ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બામણગઢ તા.ભેંસાણ ખાતે જેતપુરના ડૉ. પ્રિયવદન કોરાટની વાડીએ બે સિંહણ અને ત્રણ બચ્ચા મળી પાંચ સિંહનો પરિવાર આવી ચડ્યો છે. રેન્જ ફોરેસ્ટર ઓફિસર જગદીશ માયાત્રાને જાણ કરતા જંગલ ખાતાના કર્મચારીઓ-સ્ટાફ સ્થળ ઉપર આવી દોડી ગયેલ છે.ફોરેસ્ટ સ્ટાફ ચાંપતી નજર રાખી રહ્યા છે, ખેતર વાડી ફેન્સિંગ પણ છે. આ સિંહણ પરિવારને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં આ સિંહ પરિવાર આવ્યો છે, ખેડૂતો વાડીએ જતા ડરી રહ્યા છે. ખેડૂતો ભયભીત છે ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ બાબતનો કાયમી ઉકેલ લાવવો જોઈએ તેમ ડો.પ્રિયવદન કોરાટે જણાવ્યુ છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
