News of Saturday, 12th April 2025
સાળંગપુરમાં ભાવિકો રેલીંગ ઠેકીને જવા લાગતા મંદિર થોડીવાર બંધ કરી દેવુ પડયુ

રાજકોટ, તા. ૧ર : ભાવિકોના આસ્થાના પ્રતિક સાળંગપુર શ્રી કષ્ટભજનદેવ હનુમાનજી મહારાજના દર્શર્ને આજે હનુમાન જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે.
આજે સવારે પ.૩૦ વાગ્યે મંગળા આરતી સમયે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા અને મંદિરની અંદર પ્રવેશવા માટે ધકકામુકી કરવા લાગ્યા હતા અને અમુક ભાવિકોતો રેલીંગ ઠેકીને મંદિરની અંદર પ્રવેશ કરવા લાગ્યા હતા. જેથી આવુ ન કરવા વારંવાર મંદિર તરફથી સૂચના આપવામાં આવતી હતી તેમ છતાં પણ ભાવિકોની ભીડ અને ધક્કામુકી યથાવત રહેતા થોડીવાર માટે સવારે મંદિર બંધ કરી દીધુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે પ.૩૦ વાગ્યે થતી મંગળા આરતીમાં વહેલા તે પહેલાના ધોરણે ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે અને બેસેને ભાવિકો આરતીનો લાભ લઇ શકે છે. પરંતુ આજે આરતી ચાલુ હોવા છતાં પણ ભાવિકોનો પ્રવાહ વધી જતા અને ધકકામુકી થતા થોડી વાર માટે મંદિર બંધ કરી દેવુ પડયુ હતું
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
