<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

બેન્‍ક ઓફ બરોડા દ્વારા વિવિધ કેડરની ૧૪૬ જગ્‍યાઓ ઉપર ભરતીઃ જલ્‍દી અરજી કરો

ગાંધીધામ કોર્પોરેશનમાં ૨૦૦ જગ્‍યાઓ સહિત ૧૫ એપ્રિલ સુધીમાં BOBમાં તથા ૨૦ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં ગાંધીધામ માટે અરજી કરી શકાય છે

રાજકોટ, તા. ૧ર :  ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિવિધ ક્ષેત્રે આજના યુવાધન માટે નોકરીના દ્વાર ખુલી રહ્યા છે. ત્‍યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં ર૦૦ જેટલા કર્મચારીઓની આઉટ સોર્સીગ મારફતે નિમણુંક કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે, જેમાં ર૦ એપ્રિલ, ર૦રપ સુધીમાં અરજી કરી શકાય છે. મહાનગરપાલિકા દ્વારા, જે.એમ. પોર્ટલ મારફતે કર્મચારીઓની ભરતી માટે આઉટ સોર્સીગની ટેન્‍ડર પ્રક્રિયા કરાઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. એજન્‍સી દ્વારા કર્મચારીઓની નિમણુંક કરવામાં આવશે તેવું જાણવા મળે છે.

ગાંધીધામ મહાનગરપાલિકામાં કોમ્‍પ્‍યુટર ઓપરેટરો, વાલ્‍વમેન, પમ્‍પ ઓપરેટરો, વાયરમેન, સુપર-વાઇઝરો, કલીનર, ચોકીદારો, હેલ્‍થ સેનેટરી ઇન્‍સ્‍પેકટર, સર્વેયરો, ઓપરેટરો, ડીઝલ મિકેનીક, ફીટર, ઇલેકટ્રીશ્‍યન વિગેરે જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. વધુ વિગત માટે કચ્‍છમાં આવેલ ગાંધીધામ મહાનગરપાલિકામાં મહેકમ શાખાનો સંપર્ક કરી શકાય છે. ર૦ એપ્રિલ ર૦રપ સુધીમાં ઉમેદવારોએ ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે લેખિત અરજી સબમીટ કરવાની હોવાનું કહેવાયું છે.

ભારતની અગ્રગણ્‍ય બેન્‍ક ગણાતી બેન્‍ક ઓફ બરોડામાં અલગ-અલગ ૧૪૬ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ૧પ-૪-ર૦રપ સુધીમાં https://www.bankof baroda.in  ઉપર ઓનલાઇન અરજી કરી શકાય છે. બેન્‍ક ઓફ બરોડામાં ડેપ્‍યુટી ડીફેન્‍સ બેન્‍કીંગ એડવાઇઝર, પ્રાઇવેટ બેન્‍કર, રેડીયન્‍સ પ્રાઇવેટ  ગ્રુપ હેડ, ટેરીટરી હેડ, સિનિયર રીલેશનશીપ મેનેજર, વેલ્‍થ સ્‍ટ્રેટેજીસ્‍ટ (ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ઇન્‍સ્‍યુરન્‍સ) પ્રોડકટ હેડ-પ્રાઇવેટ બેન્‍કીંગ, પોર્ટફોલીયો રીસર્ચ એનાલીસ્‍ટ વિગેરે પોસ્‍ટનો સમાવેશ થાય છે.

તો મિત્રો યોગ્‍ય લાયકાત, સ્‍વપ્રયત્‍ન સચોટ માર્ગદર્શન, આત્‍મવિશ્વાસ હકારાત્‍મક અભિગમ સાથે જલ્‍દીથી અરજી કરી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્‍ટ.

(3:49 PM IST)