<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

ધ્રોલ અને તાલુકામાં શ્રીરામનાં પરમભક્ત હનુમાનજીનાં જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી :મંદિરોમાં ભક્તોની દર્શનાર્થે ભીડ ઉમટી

દિરોમાં મહાપૂજા, યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ, ભજનસંધ્યા સહિતનાં કાર્યક્રમોનું આયોજન

ધ્રોલ શહેર અને તાલુકામાં શ્રીરામનાં પરમભક્ત હનુમાનજીનાં જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીનાં મંદિરોમાં મહાપૂજા, યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ, ભજનસંધ્યા સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો હનુમાનજીની ભક્તિમાં લીન થયા હતા.

 કલીયુગના જાગૃત દેવ, સંકટમોચક, અગિયારમા રુદ્ર એવા હનુમાનજીનાં જન્મોત્સવની ધ્રોલ શહેર અને તાલુકાના ગામોગામ શ્રધ્ધા અને ભક્તિના સમન્વય સાથે ધ્રોલ શહેરના સુપ્રસિધ્ધ મનોકામના સિધ્ધ હનુમાનજી મંદિર, ફુલીયા હનુમાન, પંચમુખી હનુમાન તેમજ વિવિધ વિસ્તારોમાં આવેલ મંદિરોમાં તેમજ ધ્રોલ તાલુકામાં આવેલ ગોરડીયા હનુમાન, ભેરદડીયા હનુમાન વિગેરે તેમજ ગામડાંઓ માં આવેલ હનુમાજીનાં મંદિરોમાં ભક્તોની દર્શનાર્થે ભીડ ઉમટી હતી. સમગ્ર વાતાવરણ હનુમાનજીમય બન્યું હતું. વિવિધ મંદિરોમાં મારુતિયજ્ઞ, હનુમાન ચાલીસા તેનજ સુંદરકાંડના પાઠ, હનુમાનજીનો અભિષેક,  મહાપૂજા, મહાઆરતી, ભજન અને મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય બનેલું જોવા મળ્યું હતું. ( સંજય ડાંગર ધ્રોલ)

 

(8:07 PM IST)