<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

કચ્છમાં રાપરના આડેસરમાં કુખ્યાત એવા હારુન ઐયુબ હિંગોરજાના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું

માથાભારે હારુન ઐયુબ હિંગોરજાનું સરકારી જમીન ઉપર ગેરકાયદે આલીશાન હોટલ અને રહેણાક મકાન બનાવી પડકાર ફેંક્યો હતો

કચ્છ જિલ્લામાં ગેરકાયદે દબાણો અને અસામાજિક તત્વોએ પચાવી પાડેલી જમીનો હટાવી રહ્યું છે.

કચ્છમાં આવેલા રાપરના આડેસરમાં કુખ્યાત એવા હારુન ઐયુબ હિંગોરજાનું ગેરકાયદે બાંધકામ તંત્રએ તોડીને જમીન ખાલી કરાવી હતી. માથાભારે શખ્સ એવા હારુન ઐયુબ હિંગોરજા સામે ખનીજ ચોરી, આરએફઓ પર ખૂની હુમલો, હત્યા અને બીજા સંખ્યા બંધ ગુના નોંધાયેલા છે. જેથી પોલીસ તંત્રએ વહીવટીતંત્રને સાથે રાખી આ માથાભારે અને કુખ્યાત એવા હારુન ઐયુબ હિંગોરજાનું સરકારી જમીન પર બનાવેલું બાંધકામ તોડી પાડયું હતું.

કચ્છ જિલ્લામાં રાપરના આડેસરમાં તંત્ર દ્વારા સરકારી જમીન પરના આડેધડ બાંધેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ ક્રમમાં કુખ્યાત અને માથાભારે હારુન ઐયુબ હિંગોરજાનું સરકારી જમીન ઉપર ગેરકાયદે આલીશાન હોટલ અને રહેણાક મકાન બનાવી સરકારને પડકાર ફેંક્યો હતો. જેથી આજે શનિવાર સવારથી જ આડેસર પોલીસ સાથે વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. હારુન ઐયુબ હિંગોરજા સામે હત્યા, હુમલો, ખનીજ ચોરી સહિતના અનેક ગુનાનો પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેથી પોલીસ તંત્રએ તેની સ્ટાઈલમાં આકરા પાણીએ કાર્યવાહી હાથ ધરી હતી

(10:50 PM IST)