News of Sunday, 13th April 2025
જામનગરના વાકીયા ગામ પાસે અચાનાક કારમાં આગ ભભૂકીઃ કાર સવારો આબાદ બચાવ
કારમાં આગને કારણે રાજકોટ-જામનગર હાઇવે એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો હતો.

જામનગરઃ અસહ્ય ગરમીને કારણે અનેક જગ્યાએ આગ પણ લાગતી હોય છે. આ બધાની વચ્ચે જામનગરના વાકીયા ગામ પાસે કારમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે.
જામનગરમાં કારમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. આજે વાકીયા ગામ પાસે કારમાં આગ લાગી હતી. કારમાં આગને કારણે રાજકોટ-જામનગર હાઇવે એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. જોકે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કારમાં સવાર લોકો બહાર નીકળી જતાં કોઈ જાન હાની સર્જાઇ નહોતી. આ તરફ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
