News of Sunday, 13th April 2025
ગોંડલ યાર્ડમાં લાલબાગ અને તોતાપુરી કેરીનું આગમન
ગઈકાલની સરખામણીમાં કેસર કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો : કેરીનો રુ.300 થી લઈ 2000 સુધીનો ભાવ

ગોંડલ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી, બદામ અને હાફુસ કેરીની સાથે લાલબાગ કેરી અને તોતાપુરી કેરીની આવક થઈ છે. ગઈકાલની સરખામણીમાં કેસર કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે કેસર કેરીના 4406 બોક્સ આવ્યા હતા. જ્યારે આજે 1268 બોક્સ ઓછી આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 1500 રૂપિયા રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 2000 રૂપિયા રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં આજે બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 600 થી 800 રૂપિયા રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં આજે તોતાપુરી કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 450 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે લાલબાગ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી 500 રૂપિયા રહ્યો હતો.
કાચી કેરીની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 400થી 1000 રહ્યો છે. ગોંડલ યાર્ડમાં 717 બોક્સ કાચી કેરી આવી હતી.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
