News of Sunday, 13th April 2025
પોસ્ટ પાર્સલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ :હવે દીવથી ઉનામાં પોસ્ટ પાર્સલમાં દારૂ ઘુસાડાતો હોવાનો ઘટસ્ફોટ
પોસ્ટ પાર્સલમાં દારૂ લઈ બાઈક પર દારૂ ઘુસાડાતો યુવક ઝડપાયો : દિવ પોસ્ટ ઓફીસમાં નોકરી કરતો મયુર ગોહિલ નામના કર્મચારીની સંડોવણી

દીવથી ઉનામાં પોસ્ટ પાર્સલમાં દારૂ ઘુસાડાતો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે દીવના પોસ્ટ માસ્ટર દ્વારા દારૂ દીવથી ઉનામાં મોકલાતો હતો.
ગીર સોમનાથ પોસ્ટ વિભાગના પાર્સલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સંઘ પ્રદેશ દિવ માંથી ગુજરાતમાં વિદેશીદારૂ ઘુસાડવાનું કારસ્તાન સામે આવ્યું છે. ઉના માંથી પોલીસે એક યુવક ને બાતમી આધારે પકડી પાડ્યો છે. પોસ્ટ ઓફીસના પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલો નીકળી હતી. પોલીસે નયન જેઠવા નામના યુવકને 35 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. મળતી માહિતી અનુસાર દીવથી ઉનામાં પોસ્ટ પાર્સલમાં દારૂ લઈ બાઈક પર દારૂ ઘુસાડાતો હોવાની બાતમી મળી હતી. જ્યારે પોલીસે પોસ્ટ પાર્સલની તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
પોલીસે દારૂ લાવનારની પૂછપરછ કરી હતી. ત્યારે શખ્સે જણાવ્યું હતું કે, પોસ્ટ માસ્ટર મયુરે દારૂ મોકલ્યાનું સામે આવ્યું છે. જોકે, હાલ પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. દિવ પોસ્ટ ઓફીસમાં નોકરી કરતો મયુર ગોહિલ નામના કર્મચારીની સંડોવણી સામે આવી છે. દિવથી ઉના પોસ્ટ ના પાર્સલમાં વિદેશી દારૂ મોકલતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બન્ને યુવકો વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
