હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છની મહિલાએ દવા વગર કેન્સર મટાડ્યું: નિર્જળા ઉપવાસ અને નવી ભોજન પ્રથા દ્વારા બ્લડ કેન્સરનો કર્યો ઈલાજ
ચાર મહિનામાં જ ઠીક થયા, પત્રકાર પરિષદમાં મેડિકલ કોલેજના પૂર્વ ડીન તેમ જ સિનિયર પેથોલોજીસ્ટની ઉપસ્થિતિમાં પૂર્વીબેન મહેશ્વરીનો દાવો, જૈન ઉપવાસ પદ્ધતિ અને રાત્રિ ભોજન ત્યાગ જીવનશૈલી માટે શ્રેષ્ઠ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : કેન્સર!! અત્યંત ગંભીર પ્રકારના આ રોગનો ઈલાજ દવા વગર પણ શક્ય છે ખરો? આ સવાલનો જવાબ હા છે. જોકે, માનવામાં ન આવે એવી આ હકીકત છે. પરંતુ આ શક્ય થયું છે. કચ્છના ગાંધીધામમાં સેક્ટર ૬ માં રહેતા ૪૦ વર્ષીય પૂર્વીબેન મહેશ્વરીએ ભુજમાં પત્રકાર પરિષદમાં આ દાવો કર્યો હતો. કેન્સર મટાડવા માટે પૂર્વીબેન મહેશ્વરીએ નિર્જળા ઉપવાસ અને પ્રાકૃતિક આહાર પદ્ધતિનો આશરો લીધો હતો. પૂર્વીબેન મહેશ્વરીના બ્લડ કેન્સરનો ઈલાજ કરનાર અને જાતે પોતાનું બ્લડ કેન્સર મટાડનાર યોગ, પ્રાણ હીલીંગ, નવી ભોજન પદ્ધતિના નિષ્ણાત અને મોસ્કો રશિયામાં પાવર વેઇટ લિફ્ટિંગમાં વર્લ્ડ ચેમ્પિયન નિખિલ મહેશ્વરીએ મેડિકલ કોલેજના ભૂતપૂર્વ ડીન, જાણીતા પેથોલોજીસ્ટની ઉપસ્થિતિમાં ૪ ડિસેમ્બર ૨૪ થી ૪ એપ્રિલ ૨૦૨૫ ના વિવિધ રિપોર્ટ બતાવી ૪ મહિનાની અંદર કેન્સર મટી ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે, એ સાથે જ આ પત્રકાર પરિષદમાં નિખિલભાઈ મહેશ્વરી સાથે ઉપસ્થિત નવી ભોજન પદ્ધતિના પ્રચારક પ્રભુભાઈ નાકરાણીએ સ્પષ્ટતા સાથે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે આ દર્દીએ જીવનમાં કાયમી રીતે આ નવી ભોજન પદ્ધતિ અને યોગ સાથેની જીવન શૈલી અપનાવવી પડશે. બૌદ્ધ સાધુઓ સાથે રહી યોગ, પ્રાણ હીલિંગ અને આહાર સંતુલન સાથેની જીવન શૈલીનો અભ્યાસ કરનાર ભુજના નિખિલ મહેશ્વરી જાણીતા દૈનિકના પત્રકાર રહી ચૂક્યા છે તો તેમના પિતા ધરમશીભાઈ મહેશ્વરી ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકાર રહી ચૂક્યા છે. ૮૨ વર્ષની ઉમરના કચ્છના વરિષ્ઠ પત્રકાર ધરમશીભાઈ મહેશ્વરી કહે છે કે, તેમણે નવી ભોજન પદ્ધતિથી પોતાના બંને ઘૂંટણોનો ઇલાજ ઓપરેશન વગર કર્યો છે અને આજે પણ તેઓ તંદુરસ્ત છે. જૈન ઉપવાસ અને રાત્રિ ભોજન ત્યાગ એ જીવનશૈલી માટે શ્રેષ્ઠ છે. આ પત્રકાર પરિષદમાં ભુજની અદાણી મેડિકલ કોલેજના પૂર્વ ડીન અને સિનિયર તબીબ ગુરદાસ ખીલનાની, કચ્છના જાણીતા પેથોલોજીસ્ટ પ્રભુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાંધેલું અનાજ શરીર માટે રોગનું કારણ બને છે એવું કહેતા નિખિલ મહેશ્વરી અને પ્રભુભાઈ નાકરાણીએ જણાવ્યું હતું કે નિર્જળા ઉપવાસ થકી અને પ્રાકૃતિક આહાર પદ્ધતિમાં કાચા શાકભાજી, ફળો લેવાથી શરીરમાં રહેલી તમામ પ્રકારની નાની, મોટી કે ગંભીર પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે. આવા અનેક ઉદાહરણો તેમની સમક્ષ હોવાનો દાવો તેમણે કર્યો હતો. યોગ નિષ્ણાત નિખિલ મહેશ્વરી પોતે વિસનગર મેડિકલ કોલેજમાં પોતે રિચર્ચ માટે ૧૦ દિવસ રહી ચૂક્યા છે. તો, પોતે ૮ દિવસમાં બ્લડ કેન્સરનો ઈલાજ કર્યો તેનાથી ટાટા કેન્સર હોસ્પિટલ મુંબઈના તબીબો પણ આશ્ચર્યચકિત થયા હોવાનું જણાવ્યું હતું. નિખિલ મહેશ્વરી સંપર્ક મોબાઈલ નંબર 9979622788.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
