<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

જામજોધપુરના ધુનડા સતપુરણધામમાં ભાવેશ્‍વર મહાદેવ મંદિરે પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણીઃ ૧૦ હજારથી વધુ ભાવિકો ઉમટી પડયા

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૪: જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમ ખાતે પુ. જેન્‍તિરામ બાપાના દ્વિતીય પુત્ર બ્રહ્મલીન સંતવર્ય શાસ્‍ત્રી ભાવેશ રામજીના સ્‍વપન મુર્તિમંત સ્‍વરૂપ અને સનાતન ધર્મની ધરોહર સમાન આસ્‍થાનું કેન્‍દ્ર એક એવું સ્‍થાન જયાં સૌરાષ્‍ટ્રનું પ્રથમ સિધ્‍ધ પારદ શિવલિંગનું મંદિર આવેલું છે.

હનુમાન જયંતિના પાવન પર્વે આ મંદિરનો પ્રથમ પાટોત્‍સવ પુ. જેન્‍તિરામ બાપાના સાનિધ્‍યમાં ભવ્‍ય રીતે ઉજવવામાં આવેલ.

આ યજ્ઞમાં મુખ્‍ય આચાર્ય શાસ્‍ત્રી મહાદેવભાઇ શીલુ (પોરબંદરવાળા) એ શાસ્‍તોકત વિધી સાથે લઘુરૂદ્ર મહા અભિષેક લઘુરૂદ્ર મહાયજ્ઞ કરાવેલ અને આ પાટોત્‍સવમાં ધુનડા અને આજુબાજુના પ૦ થી વધારે ગામોનું ધુવાડાબંધ જમણ વાર યોજાયેલ આ પ્રસંગે મુંબઇ અમદાવાદ રાજકોટ સૌરાષ્‍ટ્ર ગુજરાતભરમાંથી સત પરિવારના સત્‍સંગીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને ૧૦ હજારથી વધુ લોકોએ લાડવા ગુંદી ગાંઠીયા પુરી શાક કઢી ખીચડી દુધ છાસ સહિતનો મહાપ્રસાદ લીધેલ અને રાત્રે ૯-૩૦ કલાકે માંડવા ઘેડના મુરલીધર ગ્રુપ દ્વારા કાનગોપીનો સુંદર કાર્યક્રમ રજુ કરેલ જેમાં પણ બહોળી સંખ્‍યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

આ પ્રસંગે જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર તેમજ જામજોધપુર નગર પાલિકાના પ્રમુખ કંચનબેન ગોસ્‍વામી નરેન્‍દ્રભાઇ કડીવાર, શિહવરાજસિંહ જાડેજા, ચેતનભાઇ કડીવાર, હિરેનભાઇ ખાંટ, નાથાભાઇ ગાગલીયા, ખીમજીભાઇ વસરા, સુરેશભાઇ વસરા, મુકેશભાઇ જોષી, કૌશિકભાઇ રાબડીયા, હરેશભાઇ બારીયા, ખુશાલભાઇ જાવિયા, અતુલસિંહ જાડેજા, નિરવભાઇ દવે, જીલુભાઇ જોષી, હરિૐ વૃધ્‍ધાશ્રમના જોષી બાપા તથા જુનાગઢનાં શાસ્‍ત્રી ડો. શિવકૃષ્‍ણ ચાંવ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, રસીકભાઇ મહિધરીયા તથા મેંદરડાના જીવનભાઇ એમ. તેરૈયા, અશોકભાઇ ઠકરાર સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

અને સમગ્ર કાર્યક્રમને સફળ બતાવવા આશ્રમના વ્‍યવસ્‍થાપક હસમુખભાઇ શીલુ, રાજેશભાઇ હિતેષભાઇ, કમલેશભાઇ તથા કાંતિભાઇ શીલુ, સતિષ પરમાર, જયશીલુ તથા જયવીન ભાવેશભાઇ શીલુ સહિત પ૦થી વધુ સ્‍વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉપરોકત તસ્‍વીરી ઝલકમાં પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી યજ્ઞ અને કાનગોપીનો કાર્યક્રમ તેમજ પુ. જેન્‍તિરામ બાપાના સત્‍સંગનો લાભ લેવા ભકતો. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:41 AM IST)