<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

પોરબંદર સાંદીપનિ વિદ્યાનનિકેતનના શ્રીહરી મંદિરમાં ‘‘ પૂ.ભાઇશ્રી''ની પ્રેરણાથી હનુમાન જયંતિની ઉજવણી

શ્રી હનુમાનજીનું ષોડશોપચાર પૂજન, ૧૦૦૮ મોદક અર્પણઃ રૂષિકુમારો દ્વારા શ્રી હુનમાનચાલીસાના સંગીતમય ૧૦૮ પાઠ યોજાયા

(વિન જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૪:  પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરમાં પૂજ્‍ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રી શ્રીહનુમાનજીના પ્રાકટયોત્‍સવની ભક્‍તિભાવસભર વાતાવરણમાં અનેક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવ્‍યો.

શ્રીહનુમાનજી જયંતિના પાવન પ્રસંગે સવારે શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર વિધિવત્‌ નૂતન ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યુ. સવારે ૮:: ૦૦ થી બપોર સુધીમાં શ્રીહનુમાનજીની ષોડશોપચાર પૂજા સાથે ૧૦૦૮ મોદક અર્પણ કરવામાં આવ્‍યા. આ સાથે-સાથે ઋષિકુમારો દ્વારા  શ્રીહનુમાચાલીસાના સંગીતમય ૧૦૮ પાઠ કરવામાં આવ્‍યા.

સાંજના ૬:૩૦ વાગ્‍યે શ્રીહનુમાનજીને ૧૦૮ દીપદાનનો મનોરથ કરવામાં આવ્‍યો તથા  પૂજ્‍ય ભાઈશ્રીની પાવન કરકમલો દ્વારા શ્રીહનુમાનજીની સાયં આરતી કરવામાં આવી.

શ્રીહનુમાનજી જયંતિના પાવન પ્રસંગ નિમિત્તે આજે શ્રીહરિમંદિરમાં સાંજે ૪:૩૦થી શ્રીહનુમાનજીના વિશેષ શળંગાર દર્શન યોજાયા હતા. જેના દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો તેમજ સાયં આરતી બાદ આવેલા તમામ દર્શનાર્થીઓને શ્રીહનુમાનજીને ધરાવેલા લાડુનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્‍યો હતો.

(11:51 AM IST)