<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

આવતી કાલથી ગુજરાત હિટવેવના સકંજામાં

દેશના અનેક રાજયોમાં કુદરતી આફતોનું નીમિત બનનાર નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પરમ દિ' દસ્‍તક દેશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૪: આઇએમડી અનુસાર આવતી કાલથી ગુજરાત હિટવેવની ચપેટમાં આવી જશે. એલર્ટ જાહેર કરાયેલ આ હિટવેવનો સ્‍પેલ-નવો રાઉન્‍ડ ચોકકસ કેટલા દિવસ યથાવત રહેશે ? તે નિヘતિ નથી. પણ હિટવેવ ને પગલે લોકલ સિસ્‍ટમ ને પગલે રાજયના કોઇ સ્‍થાનોમાં બપોર બાદ કમોસમી માવઠાઓની સંભાવના નકારી શકાતી નથી.

મૌસમ તક વેધર ચેનલના દેવેન્‍દ્ર ત્રિપાઠી અનુસાર ૧૬ મી તારીખથી અર્થાત પરમ દિ' થી જમ્‍મુ કાશ્‍મિર પર ફરી નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ દસ્‍તક દેશે. પસાર થઇ રહેલા આ ડબલ્‍યુડી ને કારણે જ ઘણા રાજયોમાં બરફની વર્ષા, કરા, આંધી, તોફાની વરસાદનું અવતરણ શકય બને છે. ડબલ્‍યુ ડી જ આ આફતોનું નીમિત બને છે તેમ આઇએમડી જણાવે છે.

સ્‍કાયમેટ ના વીપી મહેશ પલાવત જણાવે છે કે, ગુજરાતમાં હિટવેવના નવા રાઉન્‍ડનું કારણ સમજાવતા કહે છે કે ઉતર પヘમિના ગરમ પવનો ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચે ચઢાવશે.

જો કે મહેશ પલાવત ગુજરાતમાં કમોસમી માવઠાની કોઇ આગાહી ને સમર્થન નથી આપતા.

(1:54 PM IST)