<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ગુજરાત સહિત દેશભરના ૬,૭૯ લાખથી વધુ શ્રધ્‍ધાળુઓએ માધવપુરના ભાતીગળ મેળાને માણ્‍યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૪: માધવપુર ભાતીગળ પાંચ દિવસના મેળાનો લાભ ગુજરાત સહિત ૬,૭૬ લાખથી વધુ શ્રધ્‍ધાળુઓએ  લીધો હતો.

ગુજરાત સહિત દેશભરના ૬,૭૬,૩૦૮ જેટલા શ્રદ્ધાળુઓ માધવપુર ઘેડ મેળામાં સહભાગી થયા હતા. માધવપુર ખાતે દર રોજ સાંજે ગુજરાત તથા નોર્થ ઇસ્‍ટના કૂલ ૧,૬૮૫ કલાકારો દ્વારા દ્વારા વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમોની ભવ્‍ય પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી. આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી હતી. ગુજરાત સહિત ઉત્તરપૂર્વના ૮ રાજ્‍યો - ‘અષ્ટલક્ષ્મી' માધવપુર ઘેડ મેળામાં સહભાગી થયા હતા. ગુજરાત અને નોર્થ ઈસ્‍ટની વિવિધ ભવ્‍ય સાંસ્‍કળતિક પ્રસ્‍તુતિઓએ અનોખું આકર્ષણ જમાવ્‍યું હતું.

માધવપુર ધેડ ખાતે ગુજરાતના ૪૮ તથા નોર્થ ઇસ્‍ટના આઠ રાજ્‍યોના ૧૫૨  સ્‍ટોલ્‍સ એમ કુલ ૨૦૦ સ્‍ટોલમાં રૂ.૧,૨૩,૭૫,૯૦૪ની રકમની વિવિધ વસ્‍તુઓનું વેચાણ કરવામાં આવ્‍યું છે. ઉપરાંત પારંપરિક લગ્ન બાદ ભગવાન શ્રી કળષ્‍ણ અને દેવી રુકમણીનું દ્વારકા ખાતે ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું સાથે    ‘એક ભારત શ્રેષ્ટ ભારત' થીમ આધારિત તેમજ શ્રી કળષ્‍ણ અને રુક્ષમણીજીના જીવન આધારિત થીમ પર ભવ્‍ય મલ્‍ટી મીડિયા શોની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી.(૨૩.૧૨)

(1:23 PM IST)