વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ શાસ્ત્રી જસ્મીન જાનીએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો : ભાજપમાં જોડાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૪: વિસાવદરમાં ગઈકાલે વિસાવદર વિધાનસભાના સક્રિય સદસ્યોનું સંમેલન યોજાયુ હતુ. જેમા પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઇ પટેલ, જિલ્લા ભાજપ ઙ્કમુખ ચંદુભાઈ મકવાણા, પુર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, ભુપતભાઇ ભાયાણી, શ્રી હર્ષદભાઇ રિબડીયા, સંમેલન ઇન્ચાર્જ-જિલ્લા ભાજપના મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા સહિતના નેતાઓ-આગેવાનો-કાર્યકરો હાજર રહ્યા હતા. દરમિયાન આ પ્રસંગે વિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ શાષાી જસ્મીનભાઈ જાની કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમા જોડાતા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલ, વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ કમળનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. કોંગ્રેસમાં માન-સન્માન, અસંતોષના પરિણામે પાર્ટી છોડયાનુ અને લોકોના કામ થાય તે હેતુસર ભાજપમાં જોડાયાનુ શાષાી જાનીએ જણાવ્યુ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
