News of Monday, 14th April 2025
જેતપુર પોલીસે જૂનાગઢના ચોરાઉ બાઇક સાથે સગીરને ઝડપી લીધો
જેતપુરની હોટેલમાંની મોબાઇલ ફોન ચોર્યાની કબૂલાત આપી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર સીટી પોલીસે જૂનાગઢના ચોરાઉ બાઇક સાથે સગીરને ઝડપી લેવાયેલો સગીરે જેતપુરના હોટેલમાંથી મોબાઇલ ફોન ચોર્યાની કબૂલાત આપતા બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાએ વણશોધાયેલ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હોય જેતપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર ની રાહબરી હેઠળ પો.હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા તથા પો.કોન્સ. લખુભા રાઠોડ મળેલ સંયુક્ત ખાનગી હકીકત આધારે એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને જેતપુર, નકળંગ આશ્રમ રોડ, સેવન ઢોસા પાસેથી જુનાગઢ રેલ્વે સ્ટેશનના પાર્કીંગમાંથી ચોરી કરેલ એક્ટીવા મોટર સાઇકલ જેના RTO રજી.નં. GJ-૧૧-AM-૮૬૩૧ કિ.રૂા.૫૦,૦૦૦/- તથા જેતપુર ખાતે આવેલ એક હોટલમાંથી ચોરી કરેલ રેડમી કંપનીનો નેવી બ્લુ કલરનો મોબાઇલ ફોન કિંમત રૂા.૫,૦૦૦/- એમ ચોરી/છળકપટથી મેળવેલ કુલ કિંમત રૂા.૫૫,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.
પકડાયેલ સગીર સામે આગાઉ ગોંડલ, જેતપુર, રાજકોટ તથા જૂનાગઢમાં ચોરીના જ ગુન્હાઓ નોધયા છે.
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર જાહેર જગ્યાઓમાં તેમજ રોડ ઉપર પાકશ્નગમાં રાખેલ મો.સા. તથા ફોર વ્હીલ પાસે કોઇ માણસ હાજર ન હોય જેની ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.
આ કાર્યવાહીમાં જેતપુર સીટી પો.સબ ઇન્સ. જી.બી.જાડેજા એ.એસ.આઇ. ભાવેશભાઈ ચાવડા પો.હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા પો.કોન્સ. સાગરભાઇ ઝાપડીયા શક્તિસિંહ ઝાલા તથા લખુભા રાઠોડ અમીતભાઈ સિધ્ધપરા તથા ભરતભાઈ ગમારા જોડાયા હતા
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
