તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Monday, 14th April 2025
ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડી
ગોંડલ યાર્ડમાં ટમેટાનો પ્રતિ મણનો ભાવ 40થી 200, મરચા 100થી 600, કારેલા 300થી 700, વટાણા 1000થી 1400, બટેટા 200થી 320, શક્કરીયા 220થી 300, કાચી કેરી 200થી 1200 બોલાયો

ગોંડલ તા.૧૪ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
ગોંડલ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ
આજે ગોંડલ યાર્ડમાં ટમેટાનો પ્રતિ મણનો ભાવ 40થી 200, મરચા 100થી 600, કારેલા 300થી 700, વટાણા 1000થી 1400, બટેટા 200થી 320, શક્કરીયા 220થી 300, કાચી કેરી 200થી 1200, આદુ 500થી 900, મકાઇ ડોડા 100થી 160 અને પાલક પુરા 1થી 5 જોવા મળ્યો છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
