<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ગોહિલવાડમાં ગરમીમાં ચાર ડિગ્રીનો વધારો : ભાવનગરમા 42.2 ડિગ્રીથી અંગ દઝાડતી ગરમી

મોડી સાંજ સુધી અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન : વાતાવરણમાં ભેજનું પ્રમાણ 34% રહ્યું

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ગોહિલવાડમાં ગરમીમાં ચાર ડિગ્રીનો વધારો થયો છે.આજે સોમવારે ભાવનગર જિલ્લાનું સિઝનનું પ્રથમ વાર 42.2 ડિગ્રી તાપમાંન નોંધાયું છે. મોડી સાંજ સુધી અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 4 ડિગ્રી વધીને 42.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 24.8 ડીગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 34% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ ૧૮ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(8:01 PM IST)