<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ધોરાજીમાં ડો. બાબા સાહેબ આંબેડકર જન્‍મજયંતીની ભાવભેરથી ઉજવણી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ તા.૧પ, બાબા સાહેબ આંબેડકરની  જન્‍મ જયંતી ની ધોરાજી ખાતે  ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

મેઘવાળ સેવા સમાજ દ્વારા સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્‍યું હતું જેમાં તારીખ ૧૩ ના રોજ યુવાનો દ્વારા વિશાળ બાઈક કરેલી યોજવામાં આવી હતી

 મેઘવાળ સમાજ મહિલા દ્વારા વિશાળ ડીજેના તાલે જય ભીમ ના નારા સાથે શોભાયાત્રા ઐતિહાસિક કાઢી હતી જેમાં મહિલાઓએ તલવારબાજી સાથે દાંડીયારાસ નો પ્રોગ્રામ સહિત વિવિધ કાર્યક્રમો સાથે વિશાળ રેલી યોજી હતી જે રેલી ધોરાજીના બાબાસાહેબ આંબેડકર ચોક પ્રતિમા ખાતે જય ભીમ ના નારા સાથે પોષણ વિધિ અને પુષ્‍પહાર દ્વારા આંબેડકર જીતની પ્રતિમાને હારતોરા કર્યા હતા

બાદ બહારપુરા નસીબ ચોખ ખાતેથી સમસ્‍ત મેઘવાળ સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા નો પ્રારંભ થયો હતો જે શોભાયાત્રામાં  મેઘવાળ સમાજના પૂર્વ નગરપતી ડી.એલ.ભાસા  અશોકભાઈ સૌંદરવા કાંતિભાઈ સૌંદરવા યોગેશભાઈ ભાસા તુષારભાઈ સોંદરવા જયેશભાઈ ચૌધરી બાલુભાઈ વિંઝુડા નરેશભાઈ રાઠોડ રાજુભાઈ ચૌધરી રાજુભાઈ બગડા અરવિંદભાઈ બગડા દીપકભાઈ ભાષા રણજીતભાઈ બગડા ભરતભાઈ મૂછડીયા દેવશીભાઈ રાઠોડ પ્રવીણભાઈ ગાંધી સહિત રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા અને શોભાયાત્રા નું ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું

સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમમાં વિશાળ બાઈક રેલી, મહીલાઓ દ્રારા શોભાયાત્રા, સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાયા હતાં. ધોરાજી શહેરના રાજકિય અને સામાજિક આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધોરાજીમાં બાબાસાહેબ આંબેડકર ની જન્‍મ જયંતી મહોત્‍સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે બાબતે આઇપીએસ અધિકારી સિમરન ભારદ્વાજ ના માર્ગદર્શન હેઠળ ધોરાજીના પોલિસ ઇન્‍સ્‍પેક્‍ટર રવી ગોધમ તેમજ પીએસઆઇ ગોહેલ નારણભાઈ પંપાણીયા રમણીકભાઈ મણવર સહિત તમામ પોલીસ સ્‍ટાફ બંદોબસ્‍ત જાળવી રાખ્‍યો હતો

(10:53 AM IST)