<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

હળવદ નજીક ટ્રેકટરના ચાલકે રીક્ષાને હડફેટે લેતા શારદાબેનનું મોતઃ દિકરીનો બચાવ

રણછોડગઢની પરિણીતા ચારવર્ષની દિકરી સાથ કપડાની ખરીદી કરી પરત જતી વખતે બનાવઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા.૧૫:  હળવદ અને દેવળીયા વચ્‍ચે રીક્ષા અને ટ્રેકટર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા રણછોડગઢના મહિલાનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્‍યું હતું. જયારે ચાર વર્ષની દીકરીનો  બચાવ થયો હતો. બનાવના પગલે પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

પ્રાપ્ત વિગત મુજબ હળવદના રણછોડગઢ ગામે રહેતા શારદાબેન જગદીશભાઈ પરમાર (ઉ.વ.૨૩)ના મહિલા ચાર વર્ષની દીકરી જાનુ સાથે રિક્ષામાં બેસી  રણછોડગઢથી હળવદ કપડાની ખરીદી કરવા માટે ગયા હતા પરત ફરતી વખતે દેવળીયા નજીક રિક્ષાને ટ્રેકટરએ ઠોકર મારતા અકસ્‍માત સર્જાયો હતો જેમાં શારદાબેનને ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે પ્રથમ હળવદ બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે હળવદ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્‍પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા. શારદાબેન સાથે તેની ચાર વર્ષની પુત્રીનો બચાવ થયો હતો. પતિ જગદીશભાઈ ખેતીકામ કરે છે. પરિણીતાના મોતથી માસુમ દીકરા દીકરીએ માતાનો છાંયો ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે. આ અંગે હળવદ પોલીસે હાથ ધરી છે. (૩.૫)

(10:57 AM IST)