<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સવારથી સૂર્ય પ્રકોપ

થોડા દિવસ રાહત બાદ ફરીથી આકરા ઉનાળાનો તાપ પડવા લાગ્‍યો

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં થોડા દિવસો ગરમીમાં રાહત રહ્યા બાદ ફરીથી આકરો ઉનાળો શરૂ થતા વહેલી સવારથી જ સૂર્ય પ્રકોપ થવા લાગ્‍યો છે.

મહત્તમ તાપમાનનો પારો પણ ઉંચે ચડવા લાગ્‍યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ, મહત્તમ  તાપમાન ૩૪.૮, ભેજનું પ્રમાણ ૮૦ ટકા, પવનની ગતિ ૧ર.૭, કિ. મી. રહી હતી.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. જૂનાગઢમાં સવારથી સૂર્યદેવતા કોપાયમાન થતા ગરમીનું આક્રમણ વધ્‍યું હતું.

સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ઘટીને ૩૯.૮ ડિગ્રી નોંધાયું હતું. રાત્રિના તાપમાન ૨૭.૪ ડિગ્રી રહ્યું હતું આજે સવારે લઘુતમ તાપમાન વધીને ૨૪.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહ્યું હતું. પવનની ઝડપ વધીને ૭.૪ કિલોમીટરની થઈ ગઈ હતી. સવારથી ગરમી વધતા બપોરના મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર :.  ગોહિલવાડ માં ગરમીમાં ચાર ડિગ્રીનો વધારો થયો છે. સોમવારે ભાવનગર જિલ્લાનું સિઝનનું પ્રથમ વાર ૪૨.૨ ડિગ્રી તાપમાંન નોંધાયું છે. મોડી સાંજ સુધી અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા.

 ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪ ડિગ્રી વધીને ૪૨.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્‍યારે લઘુતમ તાપમાન ૨૪.૮ ડીગ્રી રહેવા પામ્‍યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૪ ટકા રહ્યું હતું .જ્‍યારે પવનની ઝડપ ૧૮ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. (પ-૧૧)

(10:58 AM IST)