<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનો સિલસીલો લાંબો ચાલ્‍યો

તેના કારણે જે દેશના ઘણા ભાગોમાં વાતાવરણમાં રૌદ્રતા જોવા મળી રહી છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧પઃ ભારતીય હવામાન વિભાગ આઇએમડી દ્વારા આજથી અન્‍ય રાજયોની સાથે ગુજરાતમાં હિટવેવ અર્થાત રૌદ્રતા સભરની ગરમીની એલર્ટ સાથે આગાહી કરાઇ છે.

નવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આગામી ૧૮ તારીખ આસપાસ જમ્‍મુ કાશ્‍મીરમાં દસ્‍તાક દેશે. જે ઉત્તરના રાજયો સહિત પૂર્વોત્તર રાજયો સુધી વરસાદ વરસાવશે. ખાનગી હવામાન સંસ્‍થા સ્‍કાયમેટ તથા હવામાન વિભાગ બન્‍નેએ આ વેધર ડિસ્‍ટર્બન્‍સ અંગે કંઇક ગંભીર ગણી શકાય તેવી જાહેરાત કરેલી છે.

સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે, એપ્રિલમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનો સિલસીલો બંધ થઇ એપ્રિલમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનો સિલસીલો બંધ થઇ જવો જોઇએ તેને બદલે હજુયે યથાવત છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ કે વાતાવરણમાં થતા રૌદ્રતા સભરના બદલાવો આ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના કારણે જ થઇ રહ્યા છે. આ ડબલ્‍યુ-ડી ની ‘આવા જાહી'ને કારણે જ સીધા ઉત્તરના પવનો ગુજરાત તરફ નથી આવી રહ્યા બલ્‍કે ઉત્તર પヘમિના સુષ્‍ક-ગરમ પવનોને કારણે ગુજરાત ભઠ્ઠીની જેમ શેકાઇ રહ્યું છે. જે હજુ વધુ થોડા દિવસ યથાવત રહેનાર છે.

ઇરાન થઇ આપણા દેશના ઉત્તરના રાજયો અને પૂર્વોત્તર રાજયો સુધી આ વરસાદી સીસ્‍ટમ પસાર થતી રહે છે. આ છે ડબલ્‍યુ-ડી અર્થાત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ. જે દેશના ઉત્તર-પヘમિ અને મધ્‍ય પૂર્વના રાજયોના વાતાવરણમાં અણધાર્યા બદલાવોનું નિમિત્ત બને છે. (૭.૧૧)

(1:34 PM IST)