<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

પોરબંદર સુદામાનગરીથી દ્વારકા કૃષ્‍ણનગરીની પદયાત્રા

ભગવાન શ્રીકૃષ્‍ણ અને ભકત સુદામાની અતુટ મૈત્રીના આધ્‍યાત્‍મિક સંદેશ સાથે પોરબંદર-દ્વારકા પદયાત્રાની પુર્વ સંધ્‍યાએ તા.ર૯મીએ સુદામા ભકતો માટે શ્રી હરિમંદીરમાં સત્‍સંગ અને ભોજન પ્રસાદ

પોરબંદર, તા. ૧પઃ ભગવાન શ્રીકૃષ્‍ણ અને ભકત સુદામાની અતુટ મૈત્રીના આધ્‍યાત્‍મિક સંદેશ સાથે પોરબંદર સુદામાનગરથી દ્વારકા કૃષ્‍ણનગરીની પદયાત્રાનું અખાત્રીજથી આયોજન કરેલ છે. પોરબંદરથી દ્વારિકાની પદયાત્રાના વિચાર પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સેવક શ્રી ખીમભાઇ બાપોદરાના સંકલ્‍પ થકી શ્રી સુદામા  ભક્‍ત સેવા મંડળ પોરબંદર   દ્વારા આગામી તા ૩૦ બુધવારને અખાત્રીજના  શુભદિને  સવારે શ્રી સુદામા મંદિરથી  પોરબંદરથી દ્વારકાની પાંચમી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે,

આ પાંચમી પદયાત્રાની પૂર્વ સંધ્‍યાએ તા. ૨૯ ને મંગળવારે  સાંજે સૌ સુદામા ભક્‍તો  માટે શ્રી હરિ મંદિરમાં સત્‍સંગ તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવા માં આવેલ છે. તથા બહાર ગામ ના ભક્‍તો માટે શ્રી હરિ મંદિર, સાંદીપનીમાં ઉતારાની વ્‍યવસ્‍થા પણ રાખેલ છે. પદયાત્રાનું  પ્રસ્‍થાન તા. ૩૦ ના રોજ શ્રી સુદામા મંદિર પોરબંદરથી પૂજ્‍ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા,  સંત -મહંતશ્રીઓ તથા મહાનુભાવો પદયાત્રાનો શુભારંભ કરાવશે.

આ પદયાત્રા દરમિયાન તા ૩૦  ને બુધવાર ના રોજ રાત્રે ૯-૦૦ કલાકે વિસાવાડા મુકામે ક્રિકેટ   ગ્રાઉન્‍ડમાં ભવ્‍ય ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે. આ  ધર્મસભામાં પૂજ્‍ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એવમ અન્‍ય સંત -મહત શ્રીઓ ના પ્રવચનો યોજાશે સર્વે  ભક્‍તોને આ ધર્મસભામાં જોડાવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે તેમજ દરેક પડાવ ઉપર વિવિધ રામ ધૂન મંડળ દ્વારા શ્રી રામ ધૂનનું આયોજન કરવામાં આવેલ છે.

 તા. ૩૦  બુધવાર થી તા ૩ મે રવિવાર દરમિયાન ચાર દીવસીય પદયાત્રા  પ્રથમ રાત્રી રોકાણ ભરત ભાઈ રાજાભાઈ કુછડીયાની વાડી બપોરે અને શ્રી મહેર સમાજ વિસાવડા રાત્રી રોકાણ , બીજી રાત્રી રોકાણ શ્રી મહેર સમાજ મિયાણી બપોર અને શ્રી દગાઇ માતાજી મંદિર લાંબા રાત્રી રોકાણ, શ્રી ત્રીજી રાત્રી રોકાણ શ્રી આહીર સમાજ ભોગાત બપોરે અને શ્રી દુલાભાઇ ગઢવીની વાડી કુરગા રાત્રી રોકાણ.  ચોથી રાત્રી રોકાણ  શ્રી આવળ માં મંદિર બપોર અને દ્વારિકા  ભજન કીર્તન રાસ સાથે દ્વારકાધીશના દર્શન સાથે પદયાત્રા વિરામ લેશે

આ પદયાત્રા માટે સૂચનાઓ  તથા   નિયમોમાં (૧)  પદ યાત્રીઓ એ જરૂરી વસ્‍તુ ઓ કપડાં તથા પોતાને લગતી દવાઓ સાથે લાવવાની રહેશે (૨)  પદ યાત્રી કે રાત્રીના ઓઢવા માટેની એક સાલ અથવા ચાદર સાથે લાવવાની રહેશે (૩) પદ યાંત્રિકો એ સંઘમાં બધા પદયાત્રીકો  સાથે હળી મળી રહેવાનું છે (૪)  પદ યાત્રિકે  પ્રસાદી લેવામાટે શાંતિથી લાઈનમાં બેસવાનું અને પ્રસાદ લીધા બાદ પોતાની થાળી વાટકા જાતે સફાઈ અને સૂચના મુજબ રાખી આપવાના છે (૫)  પદયાત્રા દરમિયાન કોઈ પદયાત્રીકને કોઈ તકલીફ થાય તો તરતજ કાર્યકર્તાને  જાણ કરવાની રહેશે, (૬)  પદયાત્રિકોએ કાર્યકર્તાઓનો વખતો વખત ની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. (૭)  પદ યાત્રી કે જો રસ્‍તામાં ચાલી નહિ શકે તો તેમને આગળની જગ્‍યાએ વાહનમાં જઈ અને ત્‍યાં પોતાની સેવા આપવાની રહેશે અને (૮)  પદયાત્રીકોએ એક બીજાને સાથ સહકાર આપવાનો અને એક બીજાની મદદ રૂપ થઇ અને બધાની સાથે ચાલવાનું રહેશે  આ નિયમોનો સમાવેશ કરવામાં આવેલ છે.

   પદયાત્રામાં જોડાવા માટે નીચેનો સંપર્ક સાધી શકાશે.  જેમાં  શ્રી રણછોડીભાઈ જોશી મો ૯૯૨૫૧-૩૫૮૦૮,  ભીખુભાઈ ઉલવા મો.૯૦૫૪૯-૪૦૧૧૧, શ્રી જેશાભાઈ ગરેજા મો. ૯૮૨૫૭-૩૬૪૮૩, શ્રી દાનાભાઈ લોઢવા મો. ૯૬૨૪૮-૨૪૦૫૦, શ્રી ભીખુભાઈ હરચડી મો. ૯૯૨૫૧-૧૨૩૫૪, ડો. ઈશ્વરભાઈ ભરડા મો. ૯૯૦૯૭-૩૯૭૧૮, શ્રી કૈલાસભાઈ વાસું મો. ૯૮૭૯૪-૬૮૧૮૧, શ્રી મનજીભાઈ લગધીર મો. ૭૮૧૪૩-૦૫૩૨૧, શ્રી નાજાભાઈ ભોળા મો.૮૦૦૦૭-૯૬૦૬૯, શ્રી મનોજભાઈ મોઢા ૯૩૧૬૨-૯૧૮૩૦, મશરીજી ઓડેદરા મો. ૯૦૯૯૦-૩૪૫૪૫, શ્રી હીરાભાઈ લોઢવા મો. ૯૯૭૯૦-૭૮૩૭૮, શ્રી નરસીભાઈ શિયાણી મો. ૯૮૨૫૭-૧૫૯૯૩, શ્રી રામભાઈ વાઢેર મો. ૯૮૨૪૮- ૪૮૨૮૬   નો  સંપર્ક સાધવા યાદીમાં જણાવાયુ છે.  વિશેષ જાણકારી માટે  સુદામા  મંદિર કમ્‍પાઉન્‍ડ,  લેબોરેટરી વાળું બિલ્‍ડીંગ  સમય સવારે ૧૦-થી ૧-૦૦ અને બપોરે ૪ થી ૭-૦૦  કાર્યાલય  પોરબંદરનો સંપર્ક સાધી શકાશે.

ઉલ્લેખનીય છે કે  ભગવાન શ્રીકૃષ્‍ણ સાથે સખ્‍ય ભક્‍તિ થી જોડાયેલા બાળ સખા સુદામા ચરિત્ર કથાં- શ્રીમદ ભાગવતના દસમાં  સ્‍કંધ ૮૦-૮૧ અધ્‍યાયમાં આલેખાયેલી છે. શ્રીમદ ભાગવતનો આધાર લઈને ભક્‍ત  કવિ નરસિંહ મહેતા તથા ગુજરાત ના સુપ્રસિદ્ધ આખ્‍યાનકાર કવિ પ્રેમાનંદે સુદામા ચરિત્ર લખ્‍યું  છે. એમ  કહેવાય છે કે, પોરબંદરથી સુદામાજી દ્વારકાધીશ  શ્રી કૃષ્‍ણને  પદયાત્રા કરીને મળવા ગયા હતાં. અંકિચન સુદામાની પત્‍ની ભૂખ્‍યા બાળકોનું  દુઃખ અસહ્ય બનતા સુદામાની પત્‍ની પતિને ભગવાન શ્રી કૃષ્‍ણની મૈત્રીનું  સ્‍મરણ કરાવે છે.  અને કંઈક પામવાની આશાએ શ્રી કૃષ્‍ણ પાસે જવા વિનવે છે  ત્‍યારે સુદામા કહેછે કે, હે કલ્‍યાણી તમારા આગ્રહને વશ થઈને મિત્ર દ્વારકાધીશને મળવા ચોક્કસ જઈશ.  ત્‍યારે સુદામા પત્‍ની ભાવ વિભોર બનીને સુદામાજીને કહે છે કે, તમારી અતૂટ મૈત્રીનો લાભ રસ્‍તામાં ભક્‍તો (શ્રીકળષ્‍ણ)ને મળશે ભક્‍ત ખુશ થશે અને ભક્‍તો ખુશ થવાંથી શ્રી કૃષ્‍ણ ભગવાન પણ ખુશ  થશે સાથે સાથે રસ્‍તામાં ભક્‍તો જોડાશે અને  સત્‍સંગ-સકીર્તન અને ધર્મસભાનો પણ ભક્‍તોને લાભ મળશે અને લોક કલ્‍યાણની   ભાવના ચરિતાર્થ પણ થશે. (૪.૨૨)

પરેશ પારેખ

પોરબંદર

(12:22 PM IST)