<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

ધ્રોલમાં ડો. બાબા સાહેબ આંબેડકર જન્‍મ જયંતીની ઉજવણીઃ રાઘવજીભાઇ પટેલ દ્વારા પુષ્‍પાંજલી

 

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ૧પઃ ધ્રોલ ખાતે બાબા સાહેબ આંબેડકરની ૧૩૪મી જન્‍મ જયંતી પ્રસંગે એકતા સૈનિક ગ્રુપના કાર્યકરો દ્વારા ધ્રોલના ખારવા રોડ પર આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતીમાને પુષ્‍પાંજલી અર્પણ કરીને ધ્રોલ શહેર તથા આજુબાજુના ગામડાઓમાંથી એકત્રીત થયેલા કાર્યકરો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી ખારવા રોડ ખાતેથી શરૂ થઇને શહેરના મુખ્‍ય માર્ગો પરથી પસાર થઇને અત્રેના ગાંધી ચોક ખાતે આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે એકત્ર થયેલ આ પ્રસંગે કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા બાબા સાહેબ તે પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે ભાજપના કાર્યકરો એ પણ વિશાળ સંખ્‍યામાં હાજરી આપી પુષ્‍પાંજલી અર્પણ કરેલ.

શ્રી બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતી પ્રસંગે એકતા સૈનીક ગ્રુપ તરફથી શહેરના ગાંધી ચોક તેમજ મુખ્‍ય બજારોને કમાનો તથા ધજા પતાકાઓથી શણગારવામાં આવેલ.

ધ્રોલના બુધ્‍ધ વિહાર ગ્રુપ દ્વારા આ પ્રસંગે તા. ૧૩-૪-રપનાં રોજ ચામુંડા પ્‍લોટ, લતીપર ચોકડી પાસે આવેલ બુધ્‍ધ વિહારધામ ખાતે સાંજે સમુહ ભોજનનું આયોજન કરવામાં આવેલ. તેમજ રાત્રીના ભીમ ભજનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તેમજ તા. ૧૪-૪-રપનાં રોજ સાંજે બુધ્‍ધ વિહારધામ ખાતેથી એક રેલી યોજવામાં આવેલ. જે શહેરના મુખ્‍ય માર્ગો પરથી પસાર થઇને ગાંધી ચોક ખાતે શ્રી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્‍પાંજલી અર્પણ કરેલ છે.

(1:18 PM IST)