<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

જેતલસરના યુવાનની એક જમીન વ્‍યાજખોરોએ વેચી નાખી! બીજી વેચી નાખવાની ધમકી

જેતપુર અને કેશોદના ૭ વ્‍યાજખોરો સામે પોલીસમાં ફરીયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૫: તાલુકાના જેતલસર ગામે રહેતા યુવાને ધંધાકીય જરૂરિયાત માટે વ્‍યાજ રૂપિયા લીધેલ હોય જેનું ચડત વ્‍યાજ થઈ જતા જામીનગીરી પેટે આપેલ જમીન વેચી નાખવાની તેમજ ધમકી આપ્‍યાની ફરીયાદ થઇ છે.

 તાલુકાના જેતલસર ગામે રહેતા વિકેશભાઇ પરસોતમભાઈ ભુવા કે જેઓ હાલ અમદાવાદ ખાતે દીતી એન્‍જિનિયરિંગ નામની કંપની ધરાવે છે તેને રૂપિયાની જરૂરિયાત પડતા રૂપાવટી ગામે રહેતા મગનભાઈ ચોવટીયા નામના વ્‍યક્‍તિ કે જેઓ જમીનની દલાલી કરતા હોય તેની સાથે વાત કરેલ કે વિકેશભાઇ ને રૂપિયાની જરૂરિયાત હોય તેમને પોતાની જમીન વેચવી છે જેથી મગનભાઈએ કહેલ કે જેતપુરમાં રહેતા મારા ઓળખીતા તમને વ્‍યાજે રૂપિયા આપશે અને તમારી જમીન પાસેથી બાયપાસ નીકળતો હોય તેની કિંમત વધી જશે તેથી વિકેશભાઇએ તેમની વાત માની જેતપુર ખાતે રહેતા નિલેશ દામજીભાઈ ટીલાળા તથા ભાવેશ દામજીભાઈ ટીલાળા બંને સાથે વાતચીત કરાવેલ જેથી રૂપિયા ૪૦ લાખ માસિક ૩ ટકા લેખે વ્‍યાજ આપવાનું. અને તેની સામે જમીનનો દસ્‍તાવેજ   કરાવી લીધેલ જેના વ્‍યાજ ની રકમ પેટે ૪.૮૦ લાખ રૂપિયા ભાવેશભાઈ ને મોકલાવેલા બાદ રૂ. ૧૫ લાખ વ્‍યાજ ચડત થઈ જતા વ્‍યાજની ઉઘરાણી કરેલ છે.

 વ્‍યાજના રૂપિયા ની ઉઘરાણી કરવા માટે તેમના ઘેર જેતલસર જતા વિકેશભાઇ તેમની સાથે વાત કરવા અમદાવાદથી જેતપુર આવેલ ત્‍યારે તેને મૂળ રકમ તથા વ્‍યાજ મળી કુલ રૂપિયા ૫૫ લાખ ની સામે કુલ રૂપિયા ૯૦ લાખની માંગણી કરેલ. અને તેમણે લખાવી લીધેલ જમીન જેતપુરના નાથાભાઈ લાખાભાઈ માવાણીને ૬૭ લાખમાં વેચી નાખેલ. બાકી નીકળતા રૂપિયા ૨૨ લાખ આપવા માટે દબાણ કરતા વિકેશભાઇએ તેની બીજી જમીન હોય તેના પર વ્‍યાજે રૂપિયા લેવા માટે તેમના મિત્ર વિઠ્ઠલભાઈ ભગવાનભાઈ પીપળીયા કે જેવો કેશોદ ખાતે રહે છે તેમને વાત કરતા તેમણે જણાવેલ કે હું વાત કરીને જણાવું બાદ તેમણે કહેલ કે અહીં કેશોદમાં રહેતા રામ લખમણભાઇ કેશવાલા, મત્રી દેવશીભાઈ બારીયા, મહેશ જોષી ત્રણેય શખ્‍સો વ્‍યાજ નો ધંધો કરે છે જેથી ત્રણેય સાથે વાતચીત કરાવતા તે લોકોએ રૂપિયા ૩૦ લાખ ૩ ટકાના વ્‍યાજે આપેલ તેની સામે વિકેશભાઈએ ને તેની જમીન તેઓ કહે તેના નામે કરી આપવાની રહેશે તેવું જણાવી નરેન્‍દ્ર ગોવિંદભાઈ બારીયા, રામ લખમણભાઇ કેશવાલા, દિનેશ રમણીકભાઈ મહેતાના નામે જમીનનો દસ્‍તાવેજ કરાવી લીધેલ. જેના વ્‍યાજ પેટે રૂ. ૧૭.૫૬ લાખ ચૂકવેલ બાદ તેના  વ્‍યાજના રૂપિયા ઝડપી જતા રામ કેસવાલા, મશરી બારીયા, મહેશ જોષી, યશ બારીયા ચાર રસ્‍તા એ અવારનવાર વિકેશભાઇને  આપશે નહી તેવી ધમકી આપતા ફોનથી ધમકી આપી  જમીન વેચી નાખશું અને તેના વધારાના કોઈપણ રૂપિયા તમે આપશે નહીં તેવી ધમકી મળતા  તેના  ᅠ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મગન ચોવટીયા  (રૂપાવટી) નિલેશ દામજીભાઈ ટીલાડા, ભાવેશ દામજીભાઈ ટીલાળા રહે બંને જેતપુર,  રામ લખમણભાઇ કેશવાલા, મસરી દેવશીભાઈ બારીયા, મહેશ જોષી,  તથા યશ બારીયા રહે તમામ કેશોદ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:23 PM IST)