News of Tuesday, 15th April 2025
કોડિનારની હોટલમાં 10 હજારના પગારે નોકરી કરતાં શખ્સને આઈટીની 1.15 અબજ રૂપિયાની નોટિસ :પંથકમાં ભારે ચકચાર
આસિફના બેંક ખાતામાં માત્ર 475 રૂપિયા જ બેલેન્સ: પરિવારજનો ભારે ચિંતિત : શું આવકવેરા વિભાગ દ્વારા છબરડો કરવામાં આવ્યો છે કે, પછી કોઈ કૌભાંડીએ સામાન્ય નાગરિકના નામનો ઉપયોગ કરીને કોઈ મોટું કૌભાંડ આચર્યું

ગીર સોમનાથ જિલ્લામાં ઈન્કમટેક્સ વિભાગનો મોટો છબરડો બહાર આવ્યો છે, કોડિનારની એક હોટલમાં માંડ 10 હજારના પગારે નોકરી કરતાં શખ્સને 1 અબજ 15 કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોડીનારની એક હોટલમાં મહિને 10 હજાર રૂપિયાના પગાર પર કામ કરતા આસિફ મોહમ્મદ નામના વ્યક્તિને આવકવેરા વિભાગ દ્વારા રૂ. 1.15 અબજની નોટિસ ફટકારવામાં આવતા પરિવારજનો ચિંતિત બન્યા છે.
હકીકતમાં આવકવેરા વિભાગ દ્વારા આસિફને અગાઉ પણ 3 વખત નોટિસ મોકલવામાં આવી છે. જો કે સૌથી આશ્ચર્યની વાત એ છે કે, આસિફના બેંક ખાતામાં કુલ મળીને માત્ર 475 રૂપિયા જ બેલેન્સ છે.
આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. લોકોમાં એવી અટકળો થઈ રહી છે કે, શું આવકવેરા વિભાગ દ્વારા છબરડો કરવામાં આવ્યો છે કે, પછી કોઈ કૌભાંડીએ સામાન્ય નાગરિકના નામનો ઉપયોગ કરીને કોઈ મોટું કૌભાંડ આચર્યું છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
