News of Wednesday, 16th April 2025
કાલે જુનાગઢમાં રાજગોર મહિલા અને યુવક મંડળ દ્વારા પરશુરામ ભગવાનની આરતી
સમસ્ત બ્રહમ યુવા સંગઠનની ટીમ ઉપસ્થિત રહેશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૬: આગામી તા. ર૯ એપ્રીલ ના રોજ બગવાન પરશુરામનો પ્રાગટય દિવસ હોય જેની સમસ્ત બ્રહમ યુવા સંગઠન સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર અને પ્રમુખ મનિષભાઇ જોષી અને સમગ્ર ટીમ દ્વારા સમસ્ત બ્રહમ પરિવારને સાથે રાખી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
જેની તૈયારી રૂપે જુનાગઢ શ્રી રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ તથા રાજગોર બ્રાહમણ યુવક મંડળ દ્વારા તા. ૧૭ ને ગુરૂવારે સાંજે ૭:૩૦ કલાકે રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન શિશમંગલ પાસે ગાંધીગ્રામ જુનાગઢ ખાતે ભગવાન પરશુરામની ભવ્ય આરતીનું આયોજન કરેલ છે.
જેમાં રાજગોર બ્રાહ્મણ સમાજ અને બ્રહ્મસમાજના સર્વ જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા અને આરતી બાદ પ્રસાદ રૂપે અલ્પાહાર લેવા રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના મોભી અશોકભાઇ પંડયા પ્રમુખ કમલેશભાઇ ભરાડ તથા શશીકાન્તભાઇ બોરીસાગર એ નિમંત્રણ પાઠવ્યુ છે.(૬.ર)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
