News of Wednesday, 16th April 2025
કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે સતવારા પ્રૌઢની હત્યા
મૃતકને જીરું બગાડી નાખવા અન્યો સાથે થયેલ તકરાર આ હત્યા સાથે કનેક્શન હોવાની સંભાવના

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૬ : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે એક સતવારા પ્રૌઢની હત્યા થયાનું બહાર આવ્યું છે વાડીએ સુતેલા આ 60 એક વર્ષના પ્રૌઢ ને કોઈ બોથડ પદાર્થ મારીને પતાવી દીધા નું બહાર આવતા પોલીસ તંત્ર દોડ્યું છે તથા કલ્યાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર ઉષાબેન અખેડ તથા દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડ તથા એલસીબી એસોજીની ટુકડીઓ પણ બનાવના સ્થળે પહોંચી ગઈ છે બનાવવાનું કારણ કંઈ બહાર આવ્યું નથી પણ કોઈ અદાવતને કારણે થયું હોવાનું ચર્ચાય રહયું છે.
લીંબડી ગામ પાસે હત્યા થઈ છે જેમાં મૃતકને જીરું બગાડી નાખવા અન્યો સાથે થયેલ તકરાર આ હત્યા સાથે કનેક્શન હોવાની સંભાવના છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
