News of Wednesday, 16th April 2025
હળવદમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીએ ભવ્ય શોભાયાત્રા
વિવિધ સુશોભિત ફ્લોટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧૬: શહેરમાં બંધારણ ના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી એ વિશાળ શોભાયાત્રા નીકળી હતી. બસ સ્ટેશન પાછળથી આ શોભાયાત્રા શરૂ થઈ હતી. જે બસ સ્ટેશન રોડ, સરા નાકા, મુખ્ય બજાર, લક્ષ્મીનારાયણ ચોક થી દંતેશ્વર દરવાજા થી ટીકર રોડ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે પહોંચી હતી.ત્યાં બાબા સાહેબ આંબેડકરની ઙ્કતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા.બીજી તરફ આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉપરાંત વિવિધ સુશોભિત ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.સાથે જ જય ભીમના નારા સાથે ડીજે અને ઢોલના તાલે ઝૂમિને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરી હતી. આ તકે વેપારીઓ, સામાજિક રાજકીય અગ્રણીઓ વિગેરે એ પણ ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.(૨૩.૩)
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
