<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ગોંડલ એસટી દ્વારા નવો રૂટ રણુજા ધામ બસ સેવા સાથે સુવિધામાં વધારો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૧૬: ગોંડલ એસટી દ્વારા મુસાફરો ની માંગ ને ધ્‍યાનમાં લઈને ગોંડલ થી રણુજા ધામ નવો એસટી બસ રૂટ શરૂ કરવામાં આવ્‍યો છે. ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા દ્વારા લીલી ઝંડી આપી બસ ને પ્રસ્‍થાન કરાઈ હતી. ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા એ જણાવ્‍યું હતું કે આ બસ ગોંડલ થી સાંજે ૫.૩૦ કલાકે ઉપડશે જે વાયા મોટા ઉમવાડા વાળધરી મેંગણી લોધિકા કાલાવડ થઈને રણુજા જશે અને તે જ રૂટ પર રણુજા થી વહેલી સવારે ૫.૦૦ કલાકે ઉપડશે. આ રૂટ શરૂ કરાતા મુસાફરો વિધાર્થીઓ ઉપરાંત ધાર્મિક પ્રવાસીઓ ને ફાયદો થશે. આ બસ નો સર્વિસ પ્રકાર લોકલ રહેશે જેમનું ભાડું ગોંડલ થી રણુજા નું ૬૪ રૂપિયા રહેશે આ તકે શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, ત્રણેય યુનિયન ના આગેવાનો સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતાં.(૪૦.૧૫)

(11:28 AM IST)