News of Wednesday, 16th April 2025
પાટડીના ઓડુ ગામે પીવાનું પાણી નથી !

વઢવાણ, તા.૧૬: પાટડી તાલુકાના ઓડું ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ૪૫ ડિગ્રી તાપમાનમાં ગામની મહિલાઓને ૧૫ ફૂટ ઊંડા વિરડામાંથી પાણી લાવવું પડે છે.
ગામના સરપંચ ભગાભાઈના જણાવ્યા મુજબ, દોઢ વર્ષ પહેલા મંજૂર થયેલા નવા બોરનું કામ હજુ શરૂ થયું નથી. લોકફાળો ભરવામાં આવ્યો છે, પરંતુ બોરની રિંગ હજુ આવી નથી. દસાડાથી ઓડું વચ્ચેની ૧૫ કિલોમીટર લાંબી નર્મદાની પાઇપલાઇન નબળી ગુણવત્તાની છે. એક મહિનામાં જ ૧૫૦થી વધુ પંક્ચર પડ્યા છે. સરકારી પરિપત્ર મુજબ ગામને દરરોજ ૩.૫૦ લાખ લીટર પાણી મળવું જોઈએ. પરંતુ માત્ર ૨૫ હજાર લીટર પાણી જ પહોંચે છે.
પાણીની અછતને કારણે ગામની ૫ હજારની વસ્તી સ્થળાંતર કરવા મજબૂર બની છે. લોકો ન્હાવા-ધોવા માટે તળાવના ઙ્કદૂષિત પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલન કરશે.(૨૩.૫)
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
