News of Wednesday, 16th April 2025
સુરેન્દ્રનગરમાં પાણી વિતરણમાં ભંગાણ પડતા રસ્તો જળ બંબાકાર થઇ ગયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૬: સુરેન્દ્રનગર નવા ૮૦ ફુટ રોડ ખાતે પાલિકાના પાણી વિતરણ વ્યવસ્થામાં ભંગાણ પડ્યું અને આખો રોડ જળબંબાકાર થઈ ગયો હતો જી.યુ.ડી.સી દ્વારા નલ સે જલની નબળી ગુણવત્તાની કામગીરીના કારણે ઠેર ઠેર ભંગાણ પડે છે અને જ્યારે જ્યારે પણ પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે ઠેરઠેર જગ્યાએ લાઈનો તૂટે છે અને બેફામ રીતે પાણીનો વેડફાટ ભાગ થઈ રહ્યો છે સુરેન્દ્રનગરમાં હજી પણ એવા છેવાડાના વિસ્તારો છે જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડી શકયા નથી ત્યારે આવી રીતે તંત્રની અણઆવડતના કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ કેટલા અંશે યોગ્ય છે સાથે સાથે તેના રીપેરીંગ પાછળ પણ માતબર ખર્ચ કરવામાં આવી રહ્યો છે જી.યુ.ડી.સી દ્વારા નલ સેજલ ની લાઈન નાખવામાં આવી તેના કારણે તમામ રોડ તોડવામાં આવ્યા છે તે રોડ પેચવર્ક કોણ અને કયારે કરવામાં એ પણ એક મહા પ્રશ્ન છે મહાનગર પાલિકાના કમિશનરને વિનંતી છે કે જી.યુ.ડી.સી દ્વારા નલ સે જલ યોજનામાં નબળી ગુણવત્તાનું મટીરીયલ અને નબળી કામગીરી અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.(૨૩.૫)
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
