News of Wednesday, 16th April 2025
જામનગરના કાલાવડમાં હાઈવે પર અકસ્માત : ક્રૂઝર ડીવાઈડર પર ચડી ગઈ : સદનસીબે જાનહાનિ ટળી

જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં ધોરાજી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડ ધોરાજી હાઈવે પર હનુમાન કુવા પાસે ક્રુઝર ધોરાજી તરફથી આવી રહી હતી. તે દરમિયાન ક્રુઝર ચાલક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ડીવાઇડ સાથે ધડાકા ભેર અથડાય ગઈ હતી. વીજ પોલ સાથે અથડાતાં મોટી દુધટના થતી અટકી.જો વીજ પોલ ન હોત તો મોટો અકસ્માત સર્જાત. કાલાવડ ધોરાજી હાઇવે હોવાથી મોટી સંખ્યામાં વાહનો અવર જવર રહેતી હોય છે. અનેક વાહનો હડફેટમાં આવી જાત અને મોટી દુર્ઘટના સર્જાત.(તસ્વીર-અહેવાલ:હર્ષલ ખંધેડિયા- અકિલાના શ્રોતા)
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
