News of Wednesday, 16th April 2025
દ્વારકા નજીક બાઇક આડે પશુ ઉતરતા ઈજાગ્રસ્ત : પ્રૌઢનું અપમૃત્યુ

જામ ખંભાળિયા તા. ૧૬ : દ્વારકાથી આશરે ૨૪ કિલોમીટર દૂર ચરકલાથી મૂળવાસર ગામ તરફ જતા હાઈવે માર્ગ પર જી.જે. ૧૦ સીએમ ૬૬૯૫ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા જામનગરના સોહમનગર વિસ્તારના રહીશ ધનસુખભાઈ ધનજીભાઈ ઠાકર નામના ૫૩ વર્ષના બ્રાહ્મણ પ્રૌઢના મોટરસાયકલ સાથે કોઈ જાનવર ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં ધનસુખભાઈ ને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મળતકના પુત્ર જૈમીનભાઈ ઠાકર (ઉ.વ. ૨૭, રહે. જામનગર)ની નોંધ પરથી દ્વારકા પોલીસે અકસ્માત મળત્યુ અંગેની કાર્યવાહી કરી હતી. (પ-૮)
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
