News of Wednesday, 16th April 2025
આટકોટ પરવાડિયા હોસ્પિટલમાં મહિલાના પેટમાંથી ૨.૫ કિલોની ગાંઠનું સફળ ઓપરેશન

આટકોટઃ તા. ૧૬,ઘણા સમયથી પેટમાં દુઃખાવાની તકલીફ સાથે એક મહિલા દર્દી આટકોટ કે ડી પરવાડિયા હોસ્પિટલ ખાતે આવેલ. અહી ગાયનેક ડોક્ટર રાહુલ સિંહાર દ્વારા જરૂરી તપાસ તથા રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં દર્દીના પેટમાં મોટી જટિલ ગાંઠ હોવાનું જાણવા મળ્યું. આ બાદ તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડોક્ટર રાહુલ સિંહાર તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન કરી દર્દીના શરીરમાંથી ૨.૫ કિલો ની ગાંઠ કાઢવામાં આવી હતી. પીડામુક્ત થયેલ દર્દી તેમજ પરિવારના ચેહરા પર મુસ્કુરાહટ જોવા મળી હતી. દર્દી તથા પરીવારે તમામ ગાયનેક સ્ટાફ અને આટકોટ કે ડી પરવાડિયા હોસ્પિટલના મેનેજમેન્ટ ટીમ એવા નવનીત બોદર સર તથા હોસ્પીટલના તમામ ટ્રસ્ટીઓ અને હોસ્પીટલના સ્વપ્નદૃષ્ટા ડો. ભરત બોઘરાનો આભાર માન્યો હતો.(૩૬-૪)
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
