News of Wednesday, 16th April 2025
મીઠાપુરમાં ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે મહારેલી

મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાનાં ઔધોગિક શહેર મીઠાપુર ખાતે વિશ્વ રત્ન મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આયોજિત મહા રેલી માં મોટી સંખ્યા માં એસ. સી. એસ.ટી. ઓ.બી. સી તેમજ લઘુમતી સમુદાયના લોકો સહર્ષ જોડાયા હતા. આ મહારેલીને ઠેરઠેર આવકાર મળયો હતો તથા અનેક સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. આ વખતે આ રેલીમાં સમાજની નાની નાની બાળાઓ દ્વારા સુંદર તલવાર રાસ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. આ ઉપરાંત મહિલાઓ પણ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં. ડી જે ના સથવારે તેમજ લાઇવ ઓરકેસ્ટ્રા સાથે ભારે આતાષબાજી સાથે આ મહા રેલી મીઠાપુર સુરજકરાડીના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી અને અંતે મીઠાપુરના ઝંડા ચોક ખાતે રેલીનું સમાપન થયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં આ રેલીની પૂર્ણાહુતિ થઈ હતી.(તસ્વીર - અહેવાલ દિવ્યેશ જટણીયા મીઠાપુર)(૨૩.૧૨)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
