<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

જામનગરમાં અલગ-અલગ ૨ વાહન હડફેટની ઘટનામા ૨ના મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: પંચ એ પોલીસ સ્‍ટેશનમાં ગીરીરાજસિંહ ભરતસિંહ જાડેજા, ઉ.વ.૩૮, રે. જાંબુડા ગામ, તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૪-ર૦રપના આરોપી કુલદીપસિંહ સુનીલસિંહ વાઢેર એ પોતાનું  મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-ડીએચ-૯પર૬ વાળું ફુલ સ્‍પીડે અને બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી ગીરીરાજસિંહના પિતા ભરતસિંહ  પોતાનું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦- સીએસ-૮ર૬૭ વાળુ લઈને રોડ ક્રોસ કરતા હોય જેને આરોપી કુલદિપસિંહએ ઠોકર મારતા ફરીયાદ ગીરીરાજસિંહના પિતા ભરતસિંહને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતા ફરીયાદી ગીરીરાજસિંહના પિતા ભરતસિંહનું સારવાર દરમ્‍યાન મોત નિપજતા આરોપી કુલદીપસિંહ સામે ફરીયાદ નોંધાવી છે.

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કેતનભાઈ બાબુભાઈ માધાણી, ઉ.વ.૪ર, રે. ધુડસીયા ગામ, તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૪-ર૦રપના ફરીયાદી કેતનભાઈના દિકરા ક્રીશ તથા ફરીયાદી કેતનભાઈના માતા સામુબેન બંન્ને જણા ફરીયાદી કેતનભાઈનું એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-સીએફ-૯૬૮૮ નું લઈને ફરીયાદી કેતનભાઈની વાડીએથી તેના ઘરે જવા નીકળેલા હતા અને મોટરસાયકલ ફરીયાદી કેતનભાઈનો દિકરો ક્રિશ ચલાવતો હતો તે દરમ્‍યાન કાલાવડ-ફલ્લા હાઈવે રોડ ધુડશીયા ગામના પાટીયાથી આગળ વશરામભાઈ લીંબાભાઈ માધાણીની વાડીની સામે રોડ ઉપર પહોંચતા સામેથી એક બોલોરો પીકઅપ ગાડી જેના રજી.નં. જી.જે.૧૦-ટીવાય-૧૬૭૦ વાળો પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી આવી એકટીવા મોટરસાયકલને સામેથી હડફેટે લઈ એકસીન્‍ડ કરતા જેમા ફરીયાદી કેતનભાઈના માતા સામુબેન ને શરીરે માથાના ભાગે તેમજ પાસળીના ભાગે ગંભીર ઈજાઓ કરેલ તેમજ ફરીયાદી કેતનભાઈ ના દિકરા ક્રિશને શરીરે માથાના ભાગે જમણી બાજુ ખોપળી ફાળી નાખી ગંભીર ઈજા કરી તેમજ જમણી બાજુના ખંભાના ભાગે તેમજ છાતીના ભાગે તેમજ જમણા પગમા ગંભીર ઈજાઓ કરી તેમનું ઘટના સ્‍થળે મોત નિપજાવી ગુનો કરેલ છે.(૨૩.૧૫)

(11:51 AM IST)