<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ગોંડલ શાકમાર્કેટમાં ગઠીયો નજર ચૂકવી બાળાના ગળામાંથી સોનાનું પેંડલ ચોરી ગયો

રાજકોટ તા. ૧૬: ગોંડલ શાક માર્કેટમાંથી ગઠીયો નજર ચૂકવી બાળાના ગળામાંથી સોનાનું પેંડલ ચોરી કરી ગયો હતો.

પ્રાપ્‍ય વિગતો મુજબ ગોંડલના ભરૂડી ગામે રહેતા સંદીપભાઇ નારણભાઇ સરવૈયા તેમના માતા સાથે ગોંડલ માંડવી ચોક પાસે શાકમાર્કેટમાં ખરીદી કરતા હતા તે દરમિયાન કોઇ ગઠીયો નજર ચૂકવી સંદીપભાઇની ભત્રીજી શ્રૈયા (ઉ.વ. ૩) ના ગળામાંથી સોનાનું પેંડલ કોઇ અજાણ્‍યો શખ્‍સ ચોરી કરી ગયો હતો.

આ અંગે સંદીપભાઇએ અજાણ્‍યા ઇસમ સામે ફરીયાદ કરતા ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે. (૭.ર૬)

ગોંડલઃ તન્‍ના પરિવાર આયોજીત કથાનું શ્રવણ

ગોંડલ :.. રાજકોટ ખાતે શ્રીજી ગૌ શાળા માં શ્રી તન્ના પરિવાર દ્વારા ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્‍ટ ને યજમાન  બીનાબેન ઠક્કર પરિવાર દ્વારા કથામાં શ્રીમદ્‌ ભાગવત ભગવાન નું શ્રવણપાન કરવાનું સહર્ષ આમંત્રણ મળેલ હતું અને સાથોસાથ મને કહેલ કે ગોંડલ થી એકાવન બ્રહ્મ પરિવારોને સાથે લઇને આવજો અમે લોકો બસ લઇને રાજકોટ કથા ગયેલ હતા. બીનાબેન મહેશભાઈ ઠક્કર પરિવાર દ્વારા એકાવન બ્રહ્મ પરિવારો ને ખૂબ સરસ રીતે નાસ્‍તા ચાપાણી અને ભરપેટ ભોજન કરાવી ને બધા બ્રહ્મ પરિવારો ને એક મહિનાનું રાશન વષાદાન દક્ષિણા માળા ધાર્મિક પુસ્‍તકો ગૌમુખી વગેરે ખૂબ દાન કરેલ હતું બસ પણ તેમના તરફથી બાંધી આપવામાં આવેલ હતી આતકે શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્‍ટ ગોંડલ ના  વિજયભાઇ ભટ્ટ,  અજયભાઈ રાવલ, રજનીભાઇ પંડ્‍યા, મનસુખભાઈએ હાજર રહી બધી વ્‍યવસ્‍થાઓ સારી રીતે કરી હતી કથામાં શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્‍ટના સભ્‍યોનું શાલ ઓઢાડી મોમેન્‍ટો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા અને શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્‍ટ દ્વારા  તન્ના પરિવાર અને  બીનાબેન મહેશભાઈ ઠક્કર ના પરિવારોનો ખૂબ ખૂબ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. (તસ્‍વીર -અહેવાલ : જયસ્‍વાલ ન્‍યુઝ ગોંડલ) (પ-૧ર)

(11:33 AM IST)